Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ટેન્ડર પ્રક્રિયાની ઐસીતૈસીઃ બ્લેક લીસ્ટેડ કંપનીને લાભ આપી સરકારી નાણાનો મોટો દુર્વ્યય થયાનો એસીબી તપાસમાં ધડાકો

રાજ્યભરના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓને રોજગારી આપવાની પ્રક્રિયાનાં કૌભાંડમાં ચોંકાવનારી હકીકતો ખુલ્લી રહી છેઃ નાયબ નિયામક અને મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી સહિત અડધો ડઝન શખ્સોની કેશવકુમારના માર્ગદર્શન હેઠળ તપાસનો દોર ચાલુ

રાજકોટ, તા. ૩૦ :. અનુસુચિત જાતિના રોજગાર વાંચ્છુક યુવક-યુવતિઓને  જુદા જુદા હુન્નરોની તાલિમ આપી તેઓને રોજગારી પુરી પાડવાના હેતુથી સરકારે અમલમાં મુકેલી સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક યોજનામાં સરકાર દ્વારા ફાળવાતા નાણામાં ગેરરીતી કરવા સાથે  ટેન્ડર પ્રક્રિયાની અવગણના કરી બ્લેકલીસ્ટેડ કંપનીને પણ  આર્થિક લાભ આપી સરકારી નાણાનો દુર્વ્યય કરવાના આરોપસર અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના હિમતનગરના અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક અરજણભાઇ પટેલ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ગણપતભાઇ પટેલ સહિત ૬ સામે એસીબી એ ગુના નોંધ્યા બાદ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં તમામની પૂછપરછનો દોર શરૂ થયાનું સૂત્રો જણાવે છે.

એસીબી વડા કેશવકુમારના સીધા માર્ગદર્શન  હેઠળ તથા અમદાવાદ એસીબી ફિલ્ડના મદદનીશ નિયામક શ્રીમતિ આર.એમ.સોલંકીના સુપરવીઝન હેઠળ  મહેસાણા એસીબી પી.આઇ. વી.જે. જાડેજા દ્વારા થયેલી કાર્યવાહીની તપાસમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ તથા સંસ્થાઓએ  એકબીજા સાથે મિલીભગતથી સમજુતી કરી  ખોટા બીલો બનાવવા સાથે ખોટા બીલને લગતું રેકર્ડ ઉભુ કરેલ ટેન્ડર પ્રક્રિયાની પણ અવગણના કરેલ અને બ્લેકલીસ્ટેડ કંપની ને પણ નાણાકીય લાભ આપવાનું ખુલવા પામેલ ઉચ્ચ અધિકારીઓ તમામ બાબત જાણતા હોવા છતા ખોટા બીલો રજુ કરી  સરકારમાંથી નાણા મેળવી  ભ્રષ્ટાચાર આદર્યાનું  ખુલવા પામતા ખળભળાટ મચી ગયો છે. હજુ પણ મોટું કૌભાંડ બહાર આવવાની શકયતા નકારાતી નથી.(૨-૬)

(11:47 am IST)