Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વલસાડ એલસીબીએ બાઈક ચોરોને પકડાયા

એલસીબી પીઆઈ ડી.ટી.ગામીતના માર્ગદર્શનથી રૂપસીંગ નંદરીયા , વિજય સાલીગ્રામ, હરદેવસિંહ રાણા , રીતેશ પટેલની ટીમની સફળ કામગીરી

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ એલસીબી પોલીસે બાતમીના આધારે અબ્રામા સાઈલીલા મોલ નજીકથી નંબર વગરની હીરો હોન્ડા મોટર સાઇકલ ઉપર જઇ રહેલા બે યુવાનોને રોકી તેમની પાસે મો.સા.ના દસ્તાવેજ માંગતા ગલ્લા તલ્લા કરતા પૂછપરછમાં તેમણે વલસાડ પાલિકા નજીકથી ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી

   .પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એલસીબી પી.આઇ ડી.આઇ.ગામીતના માર્ગદર્શન હેઠળ એલસીબીના એ.એસ.આઇ રૂપસિંગ નંદરિયા સહિતની ટીમે અબ્રામા સાઇલીલા મોલ નજીકથી પસાર થઈ રહેલી કાળા કલરની સ્પ્લેડર મો.સા.ને અટકાવી તેની ઉપર સવાર સંજય શામજી પટેલ રહે.અબ્રામા ધરમપુર રોડ,હરિ નગર અને અરબાઝ હનીફ મકરાણી રહે.સોના દર્શન એપાર્ટમેન્ટ પાછળ અતુલ પાસે મો.સા.ના દસ્તાવેઝની માંગણી કરતા તેમણે ગલ્લા તલ્લા કરતા પોલીસની પૂછપરછમાં તેમણે બાઈક વલસાડ પાલિકા ગેટ નજીકથી ચોરેલું હોવાનું જણાવ્યું હતું.બાઇકની ચોરી અંગે સીટી પોલીસ મથકમાં ગુનો પણ દાખલ થયો હતો.ઘટના અંગે વધુ તપાસ સીટી પોલીસ કરી રહી છે.  જેમાં એલસીબી પીઆઈ ડી.ટી.ગામીતના માર્ગદર્શનથી રૂપસીંગ નંદરીયા , વિજય સાલીગ્રામ, હરદેવસિંહ રાણા , રીતેશ પટેલની ટીમની સફળ કામગીરી રહી હતી.

(9:45 pm IST)