Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વડોદરાના જુના પાદરા રોડ પર બે બહેનોની એકલતાનો લાભ લઇ છેડતી કરવા આવેલ નરાધમને બહેનોએ હિંમતથી મુકાબલો કરી ભગાડી દીધો

વડોદરા: શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં રહેતા એક હવસખોરે એકલતાનો લાભ લઇ બે સગીર બહેનો પૈકી એકની છેડતી કરતાં બંને બહેનોએ હિંમતભેર મુકાબલો કરી તેને ભગાડયો હતો.

સગીર કન્યાની માતાએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સાંજે મારી પુત્રી અને ભાણી ઘરમાં એકલા હતા ત્યારે મનિષ મુકરસિંગ રાજપૂત નામનો શખ્સ બરફ લેવાના બહાને ઘરમાં ઘૂસી આવ્યો હતો.

તેણે મારી પુત્રીની છેડતી કરતાં ભાણી બૂમો પાડવા બહાર દોડી હતી.મનિષે ભાણીનો હાથ પકડી લેતાં તેણે હાથે બચકું ભરી લઇ હાથ છોડાવ્યો હતો.મનિષે મારી પુત્રીનું મોં પકડી લઇ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:12 pm IST)