Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ તાલુકામાં વરસાદ : સૌથી વધુ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ

ગાંધીનગર તા. ૩૦ : રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો.

જયારે વલસાડના વાપીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજકોટના લોધીકા, ગોંડલ અને ભાવનગર સીટીમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. રાજયના આઠ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.ઙ્ગજો કેઙ્ગ આજે સવારથી રાજયમાં નહિવત વરસાદ જોવા મળી રહ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં નવ તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો.

(11:52 am IST)