Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અમદાવાદમાં બનાવટી દવાઓની રમઝટ બોલે છે

 અમદાવાદઃ દાણીલીમડામાંથી ડેટોલ એન્ટી સીરપ, આશીર્વાદ લોટ અને ફેમ કંપની ના એન્ટી સીરપ ના ડ્યુપ્લિકેટ પેકીંગ ઝડપાયા છે. ડેટોલ અને ફેમ કંપનીના ડયુપ્લિકેટ લેબલ વાળી ખાલી બોટલો પણ ઝડપાઇ  છે. આશીર્વાદ લોટની પણ નકલી થેલીઓ કબજે કરાયેલ છે.

 જીતેન્દ્ર ભાવસર નામના શખ્સની દાણીલીમડા પોલીસે આ બાબતે ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક  મશીન પણ મળી આવ્યું છે.  ડેટોલ ની ૪૨૧૫, આશીર્વાદ લોટની ૧૮૦૦ નકલી થેલી, અને ફેમ એન્ટી સીરપની ૧૧૧૫ નકલી સ્ટીકરની ખાલી બોટલ  કબ્જે લઇ દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)