Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

SOG નર્મદાએ રાજપીપળા સિંધીવાડના એક વ્યક્તિને ગેરકાયદેસર હથિયાર તથા કારતુસ સાથે ઝડપી પાડ્યો

રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમકર સિંહ નર્મદાના માર્ગદર્શન તથા સુચના આધારે ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવાની ઝુંબેશ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ.ઓ.જી.નર્મદા તથા સ્ટાફના માણસો દ્વારા નકશબ ખાન યામિનખાન પઠાણ રહે.સિંધીવાડ, રાજપીપળા ને ગેરકાયદેસર રીતે પોતાના કબજા માં રાખેલ ડબલ બેરલ બ્રિજ લોર્ડર બંદુક કિ.રૂ .૧૦,૦૦૦ /-તથા જીવતા કારતુસ નંગ -૧૫ કિ.રૂ.૧૦૫૦ /-તથા એક મો.સા.કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૦૫૦ /- ના મુદ્દામાલ સાથે ચિત્રાવાડી તા.નાંદોદ,જી.નર્મદા ખાતેથી પકડી પાડી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

  આ  કામગીરી નર્મદા પોલીસ ના કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સાથે એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ હે.કો.જગદીશભાઇ, સતિષભાઇ,મનોજભાઇ,યોગેશભાઇ,શૈલેશભાઇ,ઉમેશભાઇ,પાર્વતીબેન,પો.કો.અલ્પેશભાઇ, ભરતસિંહ પાર પાડી હતી.

(11:23 am IST)