Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટના બંગલામાં થયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

 

અમદાવાદ :પૂર્વ  આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના થલતેજ વિસ્તારમાં આવેલા બંગલામાં કરાયેલા ગેરકાયદે બાંધકામને આજે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

  સંજીવ ભટ્ટે તેના માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડી હતી, પરંતુ કોર્ટે પરવાનગી આપ્યા બાદ કોર્પોરેશનની ટીમે આજે તેમના ઘરે પહોંચી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. હાઈકોર્ટે તે માટે મંજૂરી પણ આપી દીધી હતી.

(1:15 am IST)