Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજપીપળામાં કામચલાઉ વીજ જોડાણ લેવા ગયેલા ગ્રાહકને DGVCLનાં અધિકારીએ ધક્કે ચઢાવવ્યાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ભલે વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ તેમાં પણ ગુણવત્તા બાબતે અનેકવાર સવાલ ઉઠ્યા છે જ્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાત વીજ કંપની નાં કેટલાક અધિકારીઓ ગ્રાહકોને ધક્કે ચઢાવી પોતાની મનમાની કરતા હોવાની પણ બૂમ અવાર નવાર સંભળાઈ છે

રાજપીપળાનાં કાળા ઘોડા પાસેનાં શોપિંગ સેન્ટરમાં કામચલાઉ વીજ જોડાણ માટે ગયેલા વિરાંગભાઈ પટેલ નામના ગ્રાહકે નિયમ મુજબ વીજ જોડાણ માટેની તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ટેન્ડરના 10,000 રૂપિયા ભરવા જણાવતા ગ્રાહક ભરવા ગયા ત્યારે પહેલેથી અગાઉના કનેક્શન વખત નાં તેમના રૂપિયા જમાં હોવાથી કોમ્પ્યુટરમાં બતાવ્યાં બાદ ગ્રાહકે એ આગળના રૂપિયા હાલમાં જમાં કરી દો તેમ કહ્યા બાદ પણ અધિકારી આના કાની કરી યેન કેન રીતે આ ગ્રાહકને હેરાન કરતા હોવાના આક્ષેપ ગ્રાહકે લગાવ્યા છે તો શું વીજ કંપની માં એડવાન્સ જમાં રૂપિયાની કોઈ ગણતરી થતી નથી..? તેવા સવાલ ગ્રાહક કરી રહ્યા છે.
આ બાબતે વીજ કંપનીના ઇજનેર ડી.એ ટંડેલ એ જણાવ્યા મુજબ અગાઉની ડિપોઝિટ ભલે જમાં હોય પરંતુ નવા જોડાણ માટે ગ્રાહકે નવેસર રૂપિયા ભરવા પડે અને આગળના જમાં રૂપિયાનો અમે ગ્રાહકને ચેક આપી શકીએ આ નિયમ છે પરંતુ આ ગ્રાહકની અધિકારી ની વાતચીત માં કોઈ ગેર સમજ થઈ હોય શકે.

 

(10:35 pm IST)