Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આગળ વધવુ હોય તો આવિષ્‍કારને જીવન મંત્ર બનાવો : રાજીવ ચંદ્રશેખર

મહેસાણાની ગણપત વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધન

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૩૦ : મહેસાણા જિલ્લાના ગણપત વિશ્વ વિદ્યાલય ખાતે યુવા ભારતના માટે નવું ભારત અનેક તકોના કાર્યક્‍મમાં ઉપસ્‍થિત કેન્‍દ્રીય ઈલેક્‍ટ્રોનીક અને આઈટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્‍યું હતું કે ભારત, છેલ્લાં ૭ વર્ષોમાં, ૭૦,૦૦૦થી વધુ નોંધાયેલાં સ્‍ટાર્ટઅપ્‍સ અને ૧૦૦ યુનિકોર્ન સાથે વિશ્વની સૌથી વધુ ગતિશીલ સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ તરીકે ઉભરી આવ્‍યું છે.

કેન્‍દ્રીય ઈલેક્‍ટ્રોનીક અને આઈટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે ઉમેર્યું હતું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને સ્‍ટાર્ટઅપ્‍સને તેમના ઇનોવેશન પ્રત્‍યેના જુસ્‍સાને આગળ વધારવા માટે પ્રેરણા આપી રહ્યા છે.વિદ્યાર્થીઓ અને સ્‍ટાર્ટઅપને ઉભરતી ટેકનોલોજીઓમાં કૌશલ્‍ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતાં તેમણે ઉમેર્યું હતું કે, ‘આગળ વધવાનો માત્ર એક જ મંત્ર છે - આવિષ્‍કાર, આવિષ્‍કાર અને આવિષ્‍કાર. આવિષ્‍કાર આપણું તેમજ રાષ્‍ટ્રના ભવિષ્‍ય નિર્માણ કરશે તેમ જણાવી તેમણે સ્‍ટાર્ટઅપ્‍સ અને ઉદ્યોગસાહસિકો ભારતીય અર્થતંત્રને ટ્રિલિયન તરફ લઇ જશે તેમ ઉમેર્યું હતું.'

આ પ્રસંગે કેન્‍દ્રીય ઈલેક્‍ટ્રોનીક અને આઈટી રાજયમંત્રીશ્રી વિધાર્થીઓ સાથે ફાયરસાઇડ ચેટ માં મનભરીને વાતો કરી હતી.મંત્રીશ્રીએ વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રશ્નોનોના સરળતાથી અને સહજતાથી જવાબ આપ્‍યા હતા

ગણપત યુનિવર્સિટીની મુલાકાતનો બહુપ્રતીક્ષિત ભાગ હતો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મંત્રીની ફાયરસાઇડ ચેટ યોજાઈ હતી. ત્રણ વિદ્યાર્થીઓએ મંત્રીનો ઈન્‍ટરવ્‍યુ લીધો અને તેમના પ્રારંભિક જીવનના અનુભવથી લઈને ઉદ્યોગ સાહસિક પ્રવાસથી લઈને ડિજિટલ ઈન્‍ડિયા પરના પ્રશ્નો અને ટેકડે યુવાનોને તક આપે છે તે અંગેના પ્રશ્નો પૂછ્‍યા હતા. સત્રમાં વિદ્યાર્થીઓ અને સ્‍ટાર્ટઅપ્‍સની ભરચક મેદનીમાંથી પ્રશ્નો પણ આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. મંત્રીએ તમામ પ્રશ્નોના જવાબો આપ્‍યા અને વિદ્યાર્થીઓ અને ઉભરતા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

આ સંવાદમાં પ્રેક્ષકોએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને સ્‍ટાર્ટઅપ તેમજ વિદ્યાર્થીઓ વિષયવસ્‍તુ પર મંત્રીશ્રીના વ્‍યાપક જ્ઞાનથી પ્રભાવિત થઇ ગયા હતા.

રાજય શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્‍યું હતું કે ગણપત યુનિવર્સિટીએ ‘શિક્ષણ દ્વારા સમાજનો ઉત્‍થાન' વિધાનને સાચા અર્થમાં મૂર્તિમંત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કેગણપત દાદાએ છેલ્લા ૨૫ વર્ષથી પોતાની માતૃભૂમિની આદર કરી છે, જેના ફળદાયી પરિણામ તરીકે, ગુજરાતને ગણપત યુનિવર્સિટી જેવી હાઇ-ટેક સંસ્‍થા મળી છે.

મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે ઉમેર્યું હતું કે સેવાભાવી વિદ્યાર્થીઓ થકી આ સમાજના ઉત્‍થાનનું દાદાનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. સમાજના વિકાસ માટે દાદાએ શિક્ષણને મહત્‍વ આપીને સમાજની કાયમી સમૃદ્ધિ મેળવી શકાય છે. આવા અદ્‌ભૂત કાર્ય કર્યું છે.

આ પ્રસંગે ગણપત યુનિના ગણપતભાઇ પટેલ ઓનલાઇન માધ્‍યમથી જોડાઇ ગણપત વિશ્વ વિદ્યાલય અને તેની સિધ્‍ધીઓ બાબતથી અવગત કર્યા હતા.આ પ્રસંગે મંત્રીશ્રીએ ગણપત વિશ્વ વિદ્યાલયના સ્‍ટાર્ટઅપસને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમણભાઇ પટેલ, અગ્રણી ગોવિંદભાઇ પટેલ, આનંદભાઇ પટેલ, ઉચ્‍ચ શિક્ષણના કમિશ્નર એમ. નાગરાજન, તકનીકી ᅠશિક્ષણના ડાયરેકટર જી.ટી પંડ્‍યા,, ગણપત યુનિના પ્રો. ચાન્‍સેલર મહેન્‍દ્ર શર્મા, વાઇસ ચાન્‍સેલર ડો. રાકેશ પટેલ, રજિસ્‍ટ્રાર ડો. અમીત પટેલ, ગણપત વિશ્વ વિદ્યાલયની ટ્રસ્‍ટીઓ, બોર્ડ મેમ્‍બર, પ્રોફેસરો, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:50 pm IST)