Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

૮ વિધાનસભા બઠકો પર સપ્ટે. સુધીમાં પેટાચૂંટણી

ચૂંટણી ૧૫મી સપ્ટેમ્બર સુધી યોજાશે

અમદાવાદ, તા. ૩૦રાજયમાં  વિધાન સભામા પેટાચૂંટણી મામલો જુલાઈના અંતિમ સપ્તાહમાં કેન્દ્રીય ચૂંટણીપંચ બહાર પાડશે નોટીફીકેશન. ૧૫ સપ્ટેમ્બર સુધી ચૂંટણી પરિણામો સાથે પૂર્ણ કરવામા આવશે. અંગે ચૂંટણી  પંચે કવાયત હાથ ધરી છે. વિઘાનસભા મતદાર સુધારણા યાદી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બુથની સંખ્યા બમણી કરાશે. કોરોનાના કારણે બુથની સંખ્યા વધારવા કવાયત હાથ ધરાઈ છે. જિલ્લાઓમાં મતદાન મથકો કયાં ઊભા કરી શકાય માટે સ્થળ પસંદગી કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક વિધાન સભા મા ૨૩૦ થી ૨૫૦ બુથ હોય છેસોસિશયલ ડિસ્ટનનાં નિયમ  માટે ૫૦૦ જેટલા બુથ એક વિઘાનસભામાં ઊભા કરવા પડશે. સરકારી મિલ્કતો સાથે પ્રાઈવેટ મકાનો પર પણ વખતે બુથ ઊભા કરાશે. કોવિડના દર્દીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકશે અગાઉ વર્ષ ૨૦૦૨ની ચૂંટણીમાં મતદારો માટે બેલેટ પેપરની અલગથી વ્યવસ્થા કરાઈ હતી.

(10:40 pm IST)