Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કાલુપુરની સ્કૂલે ૩ મહિનાની ૧૧ લાખ ફી માફ કરી દીધી

સુફાહ ઇંગ્લિશ સ્કૂલનો સરાહનીય નિર્ણય : કોરોનાના કપરા સમયમાં કેટલિક સ્કૂલો ફી છોડવા તૈયાર નથી તો અનેક શાળાઓ વિદ્યાર્થીને રાહત આપી રહી છે

અમદાવાદ, તા. ૩૦ : એક તરફ ખાનગી સ્કૂલના સંચાલકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ એવી ઘણી સ્કૂલો છે કે, જે કોરોનાના આવા કપરા સમયમાં વાલીઓને મુશ્કેલી પડે તે માટે વિદ્યાર્થીઓની ફી માફ કરી રહ્યા છે. ત્યારે કોટ વિસ્તારની કાલુપુરની સુફાહ ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટે કોવિડ -૧૯ના સંકટને કારણે ત્રણ મહિનાની ફી માફ કરી છે. કોરોનાની પરિસ્થિતિને કારણે માતા-પિતાને મુશ્કેલી વેઠવવી પડે તે માટે મેનેજમેન્ટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.

          જમિયાત ઉલેમા--અમદાવાદના ટ્રસ્ટીઓએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ કટોકટી અને દેશવ્યાપી લોકડાઉનને કારણે ગરીબ અને મજૂર વર્ગના લોકોને પડતી મુશ્કેલીઓને જોતા તેઓએ જૂન, જુલાઈ અને ઓગસ્ટની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. કાલુપુર સ્કૂલમાં ૬૦૦ વિદ્યાર્થીઓ જે જેમની મહિનાની રૂ.૧૦.૮૦ લાખ ફી માફ કરવામાં આવી છે. એટલું નહીં, કેટલાક વિદ્યાર્થીઓને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ફી માટે છૂટ મળી હતી.

          સુફાહ ઈંગ્લિશ સ્કૂલમાં એનરોલ્ડ થયેલા મોટાભાગના બાળકોનાં માતા-પિતા ગરીબ છે. જેમાંથી ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે અથવા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોવિડ -૧૯ લોકડાઉનને પગલે તાજેતરમાં અમદાવાદની કેટલીક સ્કૂલોએ ફી માફીની જાહેરાત કરી હતી. આની અગાઉ એકાદ મહિના પહેલાં કોટ વિસ્તારમાં આવેલી જે.પી. હાઈ સ્કૂલ દ્વારા સૌથી પહેલા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૭૩માં સ્થપાયેલી સ્કૂલે એપ્રિલથી ઓક્ટોબર સુધી સાત મહિના માટે ધોરણ ૧થી સુધીના વિદ્યાર્થીઓ માટે ફીમાં રાહતની જાહેરાત કરી હતી. સિવાય અન્ય સ્કૂલોએ પણ વાલીઓને ફીમાં રાહત આપીછે.

(7:44 pm IST)