Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સુરતની સ્થિતિ પણ હવે અમદાવાદ જેવીઃ કોરોના કેસનો રાફડો ફાટતા સરસાણામાં કોવિડ-૧૯ હોસ્પિટલ તૈયાર કરવા મંજૂરી

સુરત: કોરોનાના દાવાનળ પર ઉભેલા સુરતની સ્થિતિ હવે અમદાવાદ જેવી બનતી જઈ રહી છે. કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આવામાં સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ થતા છેવટે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની મંજૂરી અપાઈ છે. કન્વેન્શન સેન્ટરમાં 810 બેડની સુવિધા ઉભી કરાશે. જે માટે પાલિક 6 કરોડનો ખર્ચ કરશે. તો બીજી તરફ, સાંસદ સી.આર પાટીલની સહાયથી અલથાણ કોમ્યુનિટી હોલમાં 180 બેડની સુવિધા ઉભી કરાઈ છે. આ હોલ પણ શનિવાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સોંપી દેવાશે. જેથી સુરતમાં કોરોનાની સારવાર ઝડપી બનશે. 

સરસાણાનો કોમ્યુનિટી હોલ વિશાળકાળ જગ્યા છે. આ જગ્યા પર કન્વેન્શન સેન્ટર ઉભુ કરવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી હતી. સુરતના કમિશનર પણ આ સ્થળની મુલાકાત કરી આવ્યા હતા. જોકે, આ મામલે કોઈ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ હાલ શહેરમાં કોરોનાના કેસની જે સ્થિતિ છે તે જોતા અહી કોવિડ સેન્ટર ઉભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. હવે અહી કોવિડ સેન્ટર ઉભુ કરવા તમામ લેવલે મંજૂરી મળી ગઈ છે. જ્યાં બધી જ સુવિધા હશે. આ સેન્ટર જલ્દીમા જલ્દી બની રહે તેવુ મહાનગરપાલિકાનું આયોજન છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં હાલ સ્મીમેર હોસ્પટલ અને નવી સિવિલ હોસ્ટિપલમાં કોવિડ સેન્ટર કાર્યરત છે. સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં હોસ્પિટલ છે, જ્યાં 548 બેડની સુવિધા છે. સ્મીમેર હોસ્પિટલ દેશી પહેલી એવી હોસ્પિટલ છે, જ્યાં મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરાયું હતું. આ ઉપરાંત 39 ખાનગી હોસ્પિટલો પણ કોરોનાની સારવાર કર છે. ત્યારે હવે કેસ વધતા આ બેડ પણ ઘટે તેવી શક્યતા છે.

તો બીજી તરફ, સુરતમાં હવે હોમ ક્વોરેન્ટાઈનનો રેશિયો પણ વધી રહ્યો છે. જેનું તમામ ઓર્બ્ઝર્વેશન સુરત મહાનગરપાલિકા કરે છે. પાલિકા દ્વારા હોમ ક્વોરેન્ટાઈન દર્દીના ત્રણ ટાઈમ સેલ્ફી માંગવામાં આવે છે. સાથે જ તેઓની જે ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ ચાલી રહી છે, તેઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવે છે.

સુરતમાં કોરોનાએ કરવટ બદલી છે. લિંબાયતને બદલે હવે કતાર ગામ તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે. અત્યાર સુધી કતારગામ ક્યાંય પિક્ચરમાં ન હતું, પણ 20 દિવસમાં લિંબાયતને પાછળ મૂકી છે. કતાર ગામમાં 1160 જેટલા કેસ સામે આવ્યા છે. સુરતમાં 680 અંદાજે રત્ન કલાકારોના કેસ છે. જેમાં મોટાભાગના કતાર ગામના છે. સતત કેસ વધવાને પગલે મિની બજાર, હીરા બજાર માઈક્રો ક્લસ્ટર જાહેર કરીને બંધ કરાયું છે. કતાર ગામમાં હીરાના કારખાનામાં રત્ન કલાકારના કેસ પોઝિટિવ આવતા કેટલાક વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયા છે. તો અનેક કારખાના બંધ કરાયા છે.

(5:10 pm IST)
  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST

  • ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં બન્યા એડિશનલ સોલિસિટર જનરલ :સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા ચોથા ગુજરાતી: અગાઉ કિરીટ રાવલ હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ ઉપર પહોંચ્યા હતા access_time 11:28 pm IST

  • વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગામોમાં ભારે વરસાદ: કપરાડાના દિક્ષલ, ઘોટાન, ફલી, સુથારપાડામાં વરસાદ : વાવર,બરપૂડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ : મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ગાજવીજ સાથે વરસાદ access_time 9:38 pm IST