Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રાજ્યના ૭ સબ રજીસ્ટ્રારની નોંધણી નિરીક્ષક વર્ગ તરીકે બઢતી સાથે બદલી

રાજકોટ ઝોન-૪ના જે.એસ. જોશીને કચ્છ-ભૂજ ખાતે મુકાયા

રાજકોટ, તા. ૩૦ :. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર કચેરી હેઠળની તાબાની સેવાના સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧ વર્ગ-૩ની સામાન્ય રાજ્ય સેવાની નોંધણી નિરીક્ષક વર્ગ-૨ સંવર્ગમા બઢતી સાથે બદલી આપવામાં આવી છે.

જેમાં શ્રીમતી એચ.એન. કાથરોટીયાની જૂનાગઢ ગ્રામ્યમાંથી અમરેલી, એ.બી. મેરને મોડાસા (અરવલ્લી)થી ગાંધીનગર, રાજકોટ ઝોન-૪ જે.એસ. જોશીને કચ્છ-ભૂજ, સુરત-૫ના એ.કે. પટેલને સુરત, મહેસાણાના એમ.એસ. ડામોરને મહેસાણા, ભાવનગર-૧ના એ.વી. ઠાકોર જામનગર, ગોંડલના એન.એમ. ગઢીયા જૂનાગઢ મુકાયા છે. જ્યારે નડીયાદના ડી.બી. વાઘેલાને સુરેન્દ્રનગર, રાજકોટ ઝોન-૬ના એસ.ટી. કોરડીયાને ગીર સોમનાથ જિલ્લામાં મુકયા છે.

(11:57 am IST)