Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

૬-વર્ષથી નાની ઉંમરના બાળકોના ઓનલાઈન કલાસ પર પ્રતિબંધ મૂકો

હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી

અમદાવાદ, તા.૩૦: શહેરમાં ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ચાલતી પ્રી-સ્કૂલ ઈન્સ્ટીટ્યૂટ જેવી કે કિન્ડરગાર્ટન્સ અને પ્લે ગ્રુપ્સના ઓનલાઈન કલાસને બંધ કરાવા હેતુથી સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

લોકડાઉન દરમિયાન કેટલાય પ્લેગ્રુપ્સ દ્વારા ઓનલાઈન કલાસ લેવાતા હોવાના ઉદાહરણ સાથે અરજકર્તાના વકીલ રાહીલ જૈને દલીલ કરી કે પ્લેગ્રુપ્સ કે કિન્ડરગાર્ટનનો હેતુ છે બાળક વધારે શારીરિક એકિટવિટી દ્વારા શીખે. આ તેના સમાન ઉંમરના બાળકો સાથે સામાજિકરણ માટે બનેલું છે. પ્રી-સ્કૂલની ઉંમરમાં શીખવાનો કોઈ શૈક્ષણિક હેતુ હોતો નથી. આથી ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને ઓનલાઈન કલાસમાં ન બેસાડવા જોઈએ.

PILમાં કર્ણાટક અને મહારાષ્ટ્રનું ઉદાહરણ અપાયું હતું, જેમાં સરકારે ધોરણ ૫ સુધીના બાળકોને ઓનલાઈન કલાસ લેવા પર પ્રતિબંધ મૂકયો હતો. એવી પણ દલીલ કરાઈ હતી કે આ માત્ર ફી વસૂલ કરવાની રીત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શીખવાની આવી કોઈ રીત સૂચવતા નથી. આ તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.

હાઈકોર્ટે આ કોવિડ-૧૯ અને લોકડાઉનના કારણે સર્જાયેલી આ સમસ્યાને સાંભળીને PILના સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. પાછલા અઠવાડિયે ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી પારડીવાલાએ રાજય સરકારને ભલામણ કરી હતી કે ઓનલાઈન શિક્ષણ માટે પદ્ઘતિની તપાસ કરે.

હાઈકોર્ટે સરકારને સ્કૂલના ઓનલાઈન શિક્ષણનો ટાઈમ નક્કી કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું, સમય એક સમાન હોવો જોઈએ. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે જો કોઈ પરિવારમાં ત્રણ બાળકો છે અને શિક્ષણ ઓનલાઈન છે તો જુદા જુદા ધોરણના ત્રણેય બાળકો કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ નહીં કરી શકે. મિડલ કલાસ પરિવાર એકથી વધારે લેપટોપ-કોમ્પ્યુટર કે ટીવી અફોર્ડ ન કરી શકે. આવી સ્થિતિમાં પરિવારનો અન્ય બાળક ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જાય છે.

આ ઉપરાંત હાઈકોર્ટે નાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ યોગ્ય છે કે નહીં તેના પર વિચાર કરવાની ભલામણ કરી હતી. બાળકોને સતત લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસવાથી તેમના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિ પર અસર થાય છે. કોર્ટે નોંધ્યું કે, એકસપર્ટ્સનો પણ એવો જ મત છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને ઓનલાઈન કલાસ ન લેવા જોઈએ.(૨૩.૫)

(10:01 am IST)
  • બિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • બિહારમાં ફરી આકાશી આફત : વીજળી પડવાથી 11 લોકોના મોત:ગત સપ્તાહે જ 23 જિલ્લામાં 83 લોકોના થયા હતા મોત access_time 11:11 pm IST