Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રાજ્યમાં મહેસુલ વિભાગમાં બઢતી-બદલીનો ઘાણવો : 47 જેટલા કારકુન -રેવન્યુ તલાટીને નાયબ મામલતદારને બદલી સાથે બઢતી : નિમણૂકની પ્રતીક્ષા હેઠળના નાયબ મામલતદારને ચાર્જ અપાયો : મધ્ય ગુજરાતમાં મોટાપાયે નિમણુંક અને બદલીના હુકમો

અમદાવાદ : રાજ્યમાં મહેસુલ વિભાગમાં બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે,રાજ્યના 47 જેટલા કારકુન -રેવન્યુ તલાટીને નાયબ મામલતદારને બદલી સાથે બઢતીઆ અપાઈ છે તેમજ નિમણૂકની પ્રતીક્ષા હેઠળના નાયબ મામલતદારને ચાર્જ અપાયો છે જેમાં  મધ્ય ગુજરાતમાં મોટાપાયે નિમણુંક અને બદલીના હુકમો થયા છે

(10:19 pm IST)
  • એક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST

  • દેશભરમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : 31મી જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ રહેશે : સિનેમા હોલ, જીમ , સ્વિમિંગ પુલ અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણંય : કન્ટેઇમેન્ટ ઝોનમાં કોઈપણ છૂટછાટ નહીં , માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળી શકશે : દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરુ કરાશે : અનલોક-2ની ગાઇડલાઇન જાહેર : ઓડિટોરિયમ,સામાજિક ધાર્મિક આયોજનો અંગે પણ રાજ્ય સરકાર સ્થિતિને અનુલક્ષીને નિર્ણંય કરશે access_time 10:13 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST