Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વડોદરામાં પ્રેમિકાના પતિને ધમકી આપનાર પ્રેમીની ધરપકડ

'એક છોટી સી લવસ્ટોરી..!' : ૪ સંતાનો હોવા છતાં ૪૦ વર્ષની પત્ની પાડોશમાં રહેતા ૨૦ વર્ષના યુવક સાથે આંખો મળી :બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો

વડોદરા, તા. ૨૯ : એક તરફ કોરોનાની મહામારી હાહાકાર મચાવી રહી છે, ત્યારે બીજી તરફ એવા કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. જેનાથી લાગે છે કે, કોરોના સંકટમાં પણ લોકોને પ્રેમ પાંગરી રહ્યો હોય. આવી જ એક લવ સ્ટોરી વડોદરામાંથી સામે આવી છે. જેમાં ચાર સંતાનોની માતાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ થયો છે. આ મામલે પ્રેમીએ પોતાની માશૂકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મકરપુરા પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારનો ૪૬ વર્ષનો શખ્સ પોતાની પત્ની અને ચાર સંતાનો સાથે વડોદરામાં સ્થાયી થયો છે. ૪ સંતાનો હોવા છતાં શખ્સની ૪૦ વર્ષની પત્ની પાડોશમાં રહેતા ૨૦ વર્ષના યુવક સાથે આંખો મળી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

આ બાબતે મહિલાના પતિને જાણ થતાં તેણે પોતાની પત્નીને પ્રેમીથી દૂર રહેવા સમજાવી હતી. જો કે પ્રેમમાં અંધ બનેલી મહિલા જ્યારે પતિની ગેરહાજરીમાં પ્રેમીને ઘરે બોલાવતી હતી. પત્નીને પ્રેમીથી દૂર કરવા માટે પતિએ ઘર બદલ્યું, પરંતુ તેમની મુલાકાતો યથાવત્ રહી. પતિએ પત્નીને સમજાવતા તે રોકડુ પરખાવી દેતી કે, હું પ્રેમી સાથે સબંધ રાખીશ, તારે જે કરવું હોય તે કરી લે જ. આટલું જ નહી, પત્નીનો પ્રેમી પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેણે કંટાળીને મકરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. હાલ પોલીસે પ્રેમી યુવકની જાનથી મારી નાંખવાના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:06 pm IST)
  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST

  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST

  • કલેકટર કચેરીના બે મામલતદાર સહિત ૫ કર્મચારી આજે રિટાયર્ડ :કલેકટર કચેરીના બે મામલતદાર સહિત એકી સાથે આજે ૫ કર્મચારી સાંજે ૬.૩૦ કલાકે રિટાયર્ડ થશેઃ તમામની 'ફેરવેલ પાર્ટી' હવે યોજાશેઃ નિવૃત થનારાઓમાં જામકંડોરણાના મામલતદાર પી.એસ. ખરાડી, કોટડાસાંગાણીના મામલતદાર બી.એન. જાદવ, અછતના નાયબ મામલતદાર કે.સી. ટાંક, કલેકટરના કમાન્ડો કકવાજી બૂજ અને સીટી પ્રાંત-૧ના ડ્રાઈવર હનુભા ગોહીલનો સમાવેશ access_time 3:03 pm IST