Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જળની સુરક્ષા માટે સામૂહિક પ્રયાસો કરવા જરૂરીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

રેઇન વોટર હાર્વેસ્ટીંગના સફળ પ્રયોગનું લોન્ચિંગ : : વડોદરાની સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાના ૧૦૦૦ જેટલા ભવનોમાં પ્રોજેકટ માત્ર નવ માસમાં પૂર્ણ કરાયો

અમદાવાદ, તા. ૨૯ : જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિને હવેના નૂતન અભિગમ સાથે અપનાવી જળસુરક્ષા માટે સૌએ સામૂહિક પ્રયાસો કરવા જોઇએ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યુ હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જન સહયોગ દ્વારા જે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડયું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે ર૦૧૮ના વર્ષથી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે કોરોના સંક્રમણના પડકાર છતાં પણ સમગ્રતયા ત્રણ વર્ષમાં ૪૦૬ર૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા રાજ્યમાં વધારી શકાઈ છે.  મુખ્યમંત્રીએ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની દિશામાં જે આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે

                 તેની વિગતો આપતાં કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત રિયુઝ ઓફ વોટર, સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને શુદ્ધ કરી રિટ્રીટ કરીને તેનો ઊદ્યોગો, ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવાની નક્કર કામગીરી ગુજરાતે કરીને દેશને નવો રાહ બતાવ્યો છે. તેમણે ભાવિ વિકાસની નવી ચરમસિમા પાર કરવામાં પાણીને જ વિકાસનો આધાર ગણાવ્યો હતો. વડોદરા જિલ્લા વહિવટીતંત્ર એ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૧૦૦૦ જેટલા ભવનોને તબક્કાવાર આવરી લઇને આ શાળા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેકટ માત્ર નવ માસના ટૂંકાગાળામાં પૂર્ણ કર્યો છે. સમગ્રતયા રૂ. ૬ કરોડના ખર્ચે સાકાર થયેલા આ પ્રોજેકટમાં ઝ્રજીઇ એકટીવીટી અન્વયે જાહેર સાહસો અને જિલ્લા પ્રશાસનના વિવિધ સરકારી અનુદાનો, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડ વગેરેનો નાણાંકીય સહયોગ પ્રાપ્ત થયો છે.

વડોદરા જિલ્લાએ દેશભરમાં પ્રથમ પહેલ કરીને જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં હાથ ધરેલા આ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટને પરિણામે વર્ષે અંદાજે ૧૦ કરોડ લીટર વરસાદી પાણી વ્યર્થ વહી જતું અટકશે અને તેનો સંગ્રહ થતાં સમુચિત ઉપયોગ થશે. મુખ્યમંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગના આ ઇ લોન્ચીંગ સાથે ડભોઇ જૂથ પાણી પૂરવઠા યોજના ફેઇસ-૧ અંતર્ગત રૂ. ૧ર૪.૫૧ કરોડ રૂપિયાની યોજનાથી ૧૧૮ ગામો અને ૩૦ નર્મદા વસાહતો માટે સરફેસ સોર્સ-નર્મદા કેનાલ આધારિત પાણી યોજનાનું લોકાર્પણ અને આ જ યોજનાના ફેઇસ-૩ ના રૂ. ૪૩.૯૪ કરોડના કામોના ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કર્યા હતા. તેમણે વર્ષા જલનિધિ બૂકનું વિમોચન પણ કર્યુ હતું.

(9:59 pm IST)
  • પાટણ જીલ્લામાં એક મહિલા સહિત ૬ને કોરોના : પાટણ જીલ્લામાં આજે કોરોનાના ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મહિલા સહિત ૬ના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવારમાં ખસેડેલ છે. access_time 3:51 pm IST

  • ચીનની 59 એપ્પ ઉપર પ્રતિબંધ મુખ્ય પછી હવે તેના 5 G ઉપકરણ ઉપર પણ પ્રતિબંધ મુકવાની તૈયારી : ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય મિટિંગમાં ચર્ચા access_time 12:50 pm IST

  • બિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST