Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ગુજરાતના ૧૦૦ તાલુકાઓમા મેઘ મહેર : ૧ થી ૪ ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં ૧ થી ૪ ઇંચ તો પૂર્વ - મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાથી ૩ ઇંચ વરસાદ નોંધાયો : કચ્છમાં મેઘરાજાની જોવાતી રાહ

વાપી તા. ૩૦ : રાજ્યભરમાં મેઘરાજાનું જોર ઘટતા રાજ્યના માત્ર ૧૦ તાલુકાઓમાં ઝરમર ઝાપટાથી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર ઉ.ગુજરાત પંથકમાં વરસાવી છે. જ્યારે પૂર્વ - મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઝરમર ઝાપટાથી માત્ર એકાદ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે સૌ પ્રથમ ઉ.ગુજરાત પંથકમાં પાટણ જિલ્લાના તાલુકાઓમાં સામી ૩૯ મીમી, હારીજ ૩૦ મીમી, રાધનપુર ૨૦ મીમી તો બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં આમીરગઢ ૪૦ મીમી, ભાભર ૩૫ મીમી, દાતા ૯૬ મીમી, દાતીવાડા ૨૨ મીમી, ડીસા ૩૪ મીમી, દિયોદર ૨૦ મીમી, લખાની ૧૩ મીમી અને પાલનપુર ૫૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જિલ્લાના તાલુકાઓમાં ખેરાલુ ૩૦ મીમી, સનલાસણા ૩૨ મીમી, વિજાપુર ૩૧ મીમી તો અરાવલ્લી જિલ્લાના તાલુકાઓમાં ધનસુરા ૨૬ મીમી, મેઘરજ ૧૬ મીમી અને મોડાસા ૩૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૩૭ મીમી, ઇડર ૯૯ મીમી, પોંસીના ૧૫ મીમી, પ્રાંતીજ અને તલોદ ૨૭-૨૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં મહીસાગર જિલ્લાના તાલુકાઓમાં લુણાવાડા ૨૨ મીમી અને વીરપુર ૧૮ મીમી તો દાહોદ જિલ્લાના તાલુકાઓમાં ફતેપુરા અને સાંજેલી ૧૦-૧૦ મીમી અને જાલોદ ૧૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત દ.ગુજરાત પંથકમાં સુરત જિલ્લાના તાલુકાઓમાં સુરત સીટીમાં ૧૨ મીમી વરસાદ નોંધાયેલ છે. આજ માત્ર નોંધનીય વરસાદ છે.

જ્યારે કચ્છમાં માત્ર નખત્રા તાલુકામાં ૧૦ મીમી વરસાદ નોંધાયેલ છે. આ લખાઇ રહ્યું છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજા ડોળ કરે છે પરંતુ જાણે હાથતાળી આપતા હોય તેમ જણાય છે.

(12:03 pm IST)