Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સાયબર ક્રાઇમ સામે બાથ ભીડવા ગુજરાતમાં ઇઝરાયલી ટેકનીક અજમાવશે

વિજયભાઇએ ૬ દિના પ્રવાસમાં સેરેન્સિક નિષ્ણાંતો સાથે મંત્રણા કરીઃ સાયબર ક્રાઇમ સેલ સ્થપાશે

 રાજકોટઃ સાયબર ક્રાઇમને નાથવા માટે ઇઝરાયેલ દ્વારા વિકસાવેલી ક્ષમતા ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં કરાશે. ગુજરાતના સાયબર ક્રાઇમ  યુનિયટ્સમાં સાયબર ક્રાઇમના પડકારોને પહોંચી વળવાની ક્ષમતા સજજતા કેળવવા અંગે પણ ઉંડાણથી ચર્ચા કરી હતી. ઇઝરાયેલે વિકસાવેલા સાયબર ક્રાઇમ ડિટેકશન-પ્રિવેન્શન ફોરેન્સિકસ અંગેના તજજ્ઞો સંચાલકો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે આ વર્ષે ગુજરાતમાં ચાર સાયબર સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. તેમા પણ ઇઝરાયલેની શ્રેષ્ઠ સાયબર ક્રાઇમ ડિટેકશન - પ્રિવેન્શનની ક્ષમતાનો ઉપયોગ કરાશે.

 

 મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે અમે  આ ક્ષેત્રની કેટલીક અગ્રણી ઇઝરાયેલી કંપનીઓએ કરેલા ડેમોન્સ્ટ્રેશનને જોયુ છે. તેમજ અમે આવી પધ્ધતિનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ. ગુજરાત પહેલેથી જ સાયબર ક્રાઇમને રોકવા માટે ઇઝરાયેલની કેટલીક પધ્ધતીઓનો ઉપયોગ કરે જ છે. તેઓએ કહયું કે ઇઝરાયેલ જેવા રાષ્ટ્રની આવી ક્ષમતાઓના વિનિયોગની ગુજરાત દેશભરમાં સાયબર ક્રાઇમ પડકારોને સફળતા પુર્વક પાર પાડવામાં માર્ગદર્શક બનશે. ગુજરાત દેશની તથા વિશ્વની વિવિધ સિકયુરીટી અને ઇન્વેસ્ટીગેટીવ એજન્સી સાયબર ક્રાઇમ સહિતની ગુનેગારી સામે સ્કીલ્ડ-તાલીમબધ્ધ મેન પાવર ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ૨૦૦૯માં સ્થાપના ગુજરાતમાં કરી છે. જેને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ્રલ સ્ટેટ શેરીંગ અંતર્ગત ફંડ-ભંડોળ પણ મળે છે. આ બેઠકમાં ગૃહ સચિવ મનોજ અગ્રવાલ તથા અન્ય અધિકારીઓ હાજર રહયા હતા. (૪૦.૨)

(12:04 pm IST)