Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

શ્રમિકો સાથે છેતરપિંડી કરનારના જામીન ફગાવાયા

પ્રવાસના બનાવટી ચલણો બનાવ્યા હતા

અમદાવાદ,તા.૩૦ : લોકડાઉન દરમિયાન પરપ્રાતિય શ્રમિકો સાથે માનવતાના તમામ નિયમો કારણે મુકી ગરીબ અબૂધ કામદારો પાસેથી સરકારી બનાવટી ચલણો બનાવી હજાર રૂપિયા પડાવવાના મુદ્દે સેશન્સ કોર્ટ આરોપી આદિત્ય શુકલની જામીન અરજી ફગાવી હતી. કોરોના મહામારીના પગલે જાહેર થયેલ લોકડાઉનના પગલે લાખો પરપ્રાતીય કામદારો રાજ્યમાં ફસાયા હતા તેઓ પોતાના માદરેવતન જવા માટે ઉતાવળા બન્યા હતા. તકનો લાભ ઉઠાવી આરોપી આદિત્ય શુકલે સરકારના બનાવટી ચલણો બનાવીને શ્રમિકો પાસેથી હજારો રૂપિયાની છેતરપીડી કરી હતી.

            આરોપીએ શ્રમિક દીઠ હજાર રૂપિયા ઉધરાવ્યા હતા. શ્રમિકો પાસેથી ગેરકાયદેસર પૈસા ઉઘરાવાનું ધ્યાનમાં આવતા આરોપી આદિત્ય શુક્લને ઝડપી લઈ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી આદિત્ય શુકલે અદાલતમાં જામીન અરજી કરતા તેની સુનવણી નીકળતા સેશન્સ કોર્ટ શ્રમિકો સાથે કોરોના મહામારીના કપરા કાળમાં છેતરપીડી કરવાના ગુનાની ગંભીરતાની નોંધ લઈ જામીન અરજી ફગાઈ દીધી છે.

(8:16 pm IST)