Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

AMC વિપક્ષના નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ

SVP હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ, તા. ૩૦ : AMC વિપક્ષના નેતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી છે. AMC વિપક્ષના નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ દિનેશ શર્માના પુત્ર પણ કોરોના સંક્રમિત થયા હતા. જણાવી દઈએ, થોડા દિવસ અગાઉ પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા સમયે છસ્ઝ્ર વિપક્ષના નેતા દિનેશ શર્મા સંક્રમિત થયા હોવાની વાત વહેતી થઈ છે. હાલ, દિનેશ શર્મા જીફઁ હોસ્પિટલમાં સારવાર સારવાર હેઠળ છે, અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ નિકોલના ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જગદીશ પંચાલને તાવ આવી રહ્યો હતો, જેથી શંકા જતા તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હાલ તેમને એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:12 pm IST)