Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમદાવાદમાં કોરોનાના નવા 284 કેસ સહીત રાજ્યમાં વધુ 412 કેસ : વધુ 27 લોકોના મોત : મૃત્યુઆંક 1007 થયો : કુલ કેસની સંખ્યા 16,365 થઇ

સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12 કેસ,અરવલ્લીમાં 6, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3 કેસ નોંધાયા : વધુ 621 દર્દીઓ સાજા થયા : કુલ 9320 દર્દીઓ સ્વસ્થ થયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 412 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત નીપજ્યાં છે. જ્યારે 621 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 16365 થઇ છે જ્યારે મૃત્યુઆંક 1007 થયો છે. જ્યારે 9320 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

   આજે વધુ 621 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 9320 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ 16 મેના રોજ રાજ્યમાં ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર) 39.20 ટકા હતો જે વધીને 56.43 ટકા થયો છે. જે દેશના અન્ય રાજ્યોની એવરેજ 47.40 ટકા કરતા વધારે છે

  રાજ્યમાં નવા કેસમાં અમદાવાદમાં 284, સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12, અરવલ્લીમાં 6, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3, આણંદ, પાટણ, જામનગર, છોટાઉદેપુરમાં 2-2, ભાવનગર, મહીસાગર, કચ્છ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૩૦ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૧૨ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૨૮૪

સુરત

૫૫

વડોદરા

૨૮

ગાંધીનગર

૧૨

અરવલ્લી

બનાસકાંઠા

રાજકોટ

પંચમહાલ

સાબરકાંઠા

આણંદ

પાટણ

જામનગર

છોટા ઉદેપુર

ભાવનગર

મહીસાગર

કચ્છ

પોરબંદર

અમરેલી

અન્ય રાજ્ય

કુલ

૪૧૨

(9:34 pm IST)