Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કેવડિયા વિવાદ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન : કોંગ્રેસ ઉપર કર્યા પ્રહારો

આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે - ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા:નામ.હાઇકોર્ટના ચૂકાદા મુજબ કેવડીયા ખાતેના આદિવાસીઓના વિકાસ માટે કામગીરી ચાલી રહી છે આદિવાસીઓને સહાયરૂપ થવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તૈયાર કરાયેલ પેકેજ સત્વરે પૂરૂ પાડવા નિગમ તત્પર સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્ત આદિવાસીઓ પર અત્યાચારના બનાવો અંગેનું નિવેદન પાયાવિહોણું

 ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ પ્રોજેક્ટના વિસ્તારમાં વસતા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ સતત મોનીટરીંગ કરીને આદિવાસી બંધુઓને સહેજ પણ નુકસાન ન જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય જ્યારે ખભેખભો મિલાવીને કોરોનાની મહામારી સામે જીતવા માટે જંગ લડી રહ્યું છે. ત્યારે મદદરૂપ થવાને બદલે કોંગ્રેસ રાજનીતિ કરે છે તે અત્યંત નિંદનીય છે.

(6:46 pm IST)