Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમદાવાદ: કડીથી અમદાવાદ કતલખાને લઇ જવાતા 17 પશુઓને પોલીસે કતલખાને લઇ જવાતા બચાવ્યા:આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા: શહેરમાં કડીથી અમદાવાદ કતલખાને લઇ જવાતા ૧૭ પશુઓ ભરેલી મીનીટ્રકને બાતમી આધારે લાંધણજ પોલીસે ટુંડાલી જવાના રસ્તેથી ઝડપી પાડી હતી. રૃ.૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરીને મુંગા પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સમગ્ર ઘટનાક્રમ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ગુરૃવારની મધ્યરાત્રીએ કડીથી નીકળેલી એક મીનીટ્રકમાં મુંગાપશુઓ ભરીને અમદાવાદ કતલખાનામાં લઇ જવાતા હોવાની જાણ થતાં સ્થાનિક જીવદયાપ્રેમીઓએ મહેસાણા પોલીસ હેડકવાર્ટર ખાતેના કંટ્રોલરૃમમાં સંપર્ક કર્યા હતા. જેથી આ અંગે લાંધણજ પોલીસ હરકતમાં આવી હતી. અને મળેલ વિગતોના આધારે પશુ ભરીને જતી મીનીટ્રકને પકડવા પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. તે વખતે મંડાલી ચાર રસ્તાથી ટુંડાલી જવાના રસ્તે જતાં અહીં ટાટા ૪૦૭ મીનીટ્રક પડી હતી. પોલીસે તેની પાછળના ભાગે બાંધેલી તાડપત્રી હટાવી તપાસ કરતાં અંદર ક્રુરતાપૂર્વક ખીચોખીચ ભરેલા ૧૭ પાડા નજરે પડયા હતા. વળી તેમાં પશુઓ માટે પાણીની કે ઘાસચારાની પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાતું જણાવેલ પશુઓને દોરડા વડે બાંધીને લઇ જવાતા હતા. જેથી આ અંગે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે મુંગાપશુઓ તેમજ મીનીટ્રક કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:15 pm IST)