Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ગાંધીનગર: વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસની ચાંપતી નજર:રખિયાલ નજીકથી બિયારના જથ્થા સાથે એક કારને ઝડપી પાડી:ત્રણ શખ્સોની ધરપકડ

ગાંધીનગર: શહેરમાં લોકડાઉનમા આંશિક છુટછાટ મળતાં હવે વાહન વ્યવહાર હળવો થયો છે જેના કારણે વિદેશી દારૂની હેરાફેરી પણ વધવા લાગી છે. ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે રખિયાલ પાસેથી બિયરના જથ્થા સાથે એક કારને ઝડપી પાડી હતી અને તેમાં સવાર ત્રણ શખ્સોને પકડયા હતા. તો ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે પરપ્રાંતની કારમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ અને ચાર ટીન બિયરના કબ્જે કર્યા હતા. તો અન્ય એક ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડયો હતો. આ સંદર્ભે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.     

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે બે મહિનાના લોકડાઉન બાદ હવે તેમાં આંશિક છુટછાટ મળી રહી છે ત્યારે વાહન વ્યવહાર પણ ધીરેધીરે પૂર્વવત થવા લાગ્યો છે. જેમાં દારૂની હેરાફેરી સતત વધી રહી છે. જો કે જિલ્લાના પ્રવેશદ્વારો ઉપર પોલીસે નાકા પોઈન્ટ ગોઠવીને આવા દારૂ ભરેલા વાહનો પકડવા ઝુંબેશ આદરી છે. 

(6:15 pm IST)