Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

હીરા બા એ પીએમ પુત્ર મોદીની શપથવિધિ નિહાળી :તાળીઓ પાડીને પુત્રના વધામણાં કર્યા

અમદાવાદ ;લોસકભા ચૂંટણીમાં પ્રંચડ બહુમતી સાથે વિજય થઈને બીજીવાર નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર રચવા જઈ રહી છે અને દેશના ફરીથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યાં છે. સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબેને ઘરે બેસીની શપથગ્રહણ સમારોહ નિહાળ્યો હતો.અને પુત્ર નરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ વેળાએ તાળીઓથી વધામણાં કર્યા હતા 

(7:39 pm IST)