Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

અમદાવાદ: રાજ્ય સરકારે સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો

અમદાવાદ:રાજયના નાગરિકોને સુરક્ષા મળી રહે અને ટ્રાફિક ક્ષેત્રે જનજાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવા આયામો કાર્યાન્વિત કર્યાં છે. રાજય સરકારે વધુ એક નક્કર કદમ લઈને ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે અદ્યતન ટેકનોલોજી આધારિત સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાજયના તમામ જિલ્લાઓમાં સ્પીડ ગનનો ઉપયોગ આગામી સમયમાં શરૂ કરાવી દેવાશે. તેમ સ્ટેટ ટ્રાફિક બ્રાંચના અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે

રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે માર્ગ અકસ્માતોના ડેટા એનાલિસિસ કરતા જીવલેણ માર્ગ અકસ્માતો પાછળ મોટા ભાગે વાહનોની ઓવર સ્પીડ કારણભૂત હોવાનું જાણવા મળે છે. બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સ તરફ વધુ એક નકકર કદમ ભર્યુ છે

(5:44 pm IST)