Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ગુજરાતમાં દોઢ વર્ષમાં 3,52 કરોડની સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી

મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં આશરે રૂપિયા 3.52 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. તમાત્ર સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી થયાનાં રાજ્યભરમાં 8 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તાજેતરમાં જ આવી જ મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા છે. ત્યારે કેવી રીતે થાય છે આ સીમ સ્વેપિંગ થી છેતરપિંડી? અને સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઈમ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરી સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે જે લોકો માટે ફાયદાકારક છે તેટલો નુક્શાનભર્યો પણ સાબિત થઈ શકે છે. પરંતુ સાયબર ક્રાઈમના ભોગ બનતા કેટલીક જરૂરી ટીપ્સ આપને બચાવી શકે છે આપણા કરોડો રૂપિયા કેવી રીતે આ સાયબર એટેક કરતી ટોળકીઓ કરોડો રૂપિયા પડાવી લે છે.

 

આ મોડસઓપરેંડીથી સિમસ્વેપ કરીને છેતરપિંડી આચરવામાં આવે છે. અને ગણતરીના કલાકોમાં જ  બેંક ખાતામાં રહેલા લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી થઈ જાય છે. આવા રાજ્યમાં 8 જેટલા ગુનાઓ બન્યા છે. જેમા અત્યાર સુધી રૂપિયા 3.52 કરોડની છેતરપિંડી પોલીસ ચોપડે નોંધાઈ છે.

તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમમાં 82 લાખની છેતરપિડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 6 આરોપીની ધરપકડ કરી 40 લાખ રુપિયા જે એકાઉન્ટમાં હતા તેને બચાવી લેવામાં આવ્યા છે. આ ગુનામાં છેતરપિંડી થતા બાદ ગણતરીના સમયમાં રુપિયા દિલ્હી, કોલકત્તા, અને મુંબઈના બનાવટી એકાઉન્ટમાં જમા થાય છે અને તેને રોકડમાં ફેરવી લેવાતા હોય છે. અને કટ ઓફ સિસ્ટમ હોવાથી એક બે આરોપી કે જેના બેંક અકાઉન્ટનો ઉપયોગ થાય છે,

(10:57 pm IST)