Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

રાજ્યભરમાં ફસાયેલા લોકોને વતન પરત મોકલવા આયોજન

ગુજરાત બહાર રહેતા લોકોને હવે પરત લવાશે : પરપ્રાંતીયોને વતન મોકલવાની જવાબદારી આઇએએસ, આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી

અમદાવાદ,તા.૩૦ : કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં રાજયમાં ફસાયેલા પરપ્રાંતીયો, શ્રમિકો અને મજૂરોને તેમના વતનમાં મોકલવા માટે સરકાર દ્વારા ખાસ આયોજન હાથ ધરાયું છે. માટેની વિશેષ જવાબદારી સરકારના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને સોંપવામાં આવી છે. માટે પરપ્રાંતીયોએ ઓનલાઇન અરજી કરવાની રહેશેગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.

         અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે. ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી ૧૦-૧૫ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

(8:53 pm IST)