Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગ્રામ્ય લોકો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લાગણીસભર સંવાદ

અનાજ ઉપલબ્ધિ અંગે ફિડબેક મેળવ્યા

નવી દિલ્હી, તા.૧૧ : મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના વાયરસને પરિણામે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં સમાજના અંતિમ છૌરના ગરીબ, શ્રમિક વ્યક્તિને કોઇ પણ અગવડતા પડે, જીવનજરૂરી ચીજવસ્તુઓ, વ્યવસ્થાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્યના વહિવટીતંત્રને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. વિજય રૂપાણી સંવેદના સાથે પોતાના નિવાસ સ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમ દ્વારા સમાજના વિવિધ વર્ગો સાથે પ્રત્યક્ષ ટેલિફોનિક વાતચીત-વીડિયો કોલિંગથી તેમન ખબરઅંતર પૂછવા માટે ફિડબેક પણ મેળવતા રહે છે.

      મુખ્યમંત્રી ગુરુવારે શૃંખલામાં વધુ સંવેદનાસભર ઉદાત્ત ભાવ દર્શાવતા કચ્છ જિલ્લાના સરહદી ગામ ગુનેરી ગામના ગ્રામવાસીઓ, ખેડૂતો અને વહિવટી તંત્રના અધિકારીશ્રી સાથે સીધો સંવાદ કર્યો હતો. ગામના નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળી રહેલી તમામ સેવાઓ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું અનાજ વિતરણ, જનઘન ખાતામાં મોકલવામાં આવેલા પૈસા તેઓને સીધા મળી ગયા છે.

(8:51 pm IST)