Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

૪૬૭૩૧ શ્રમિકોને સુજલામ સુફલામમાં રોજગારી મળી છે

પ્રથમ ૧૦ દિવસમાં ૮૮ કામો પૂર્ણ કરાયા : ૧૪૨ માર્કેટ યાર્ડમાં ૧૨ લાખ ૮૩ હજાર ક્વિન્ટલ અનાજ આવ્યું : એક લાખ ૧૧ હજાર શ્રમિકોએ રોજી-રોટ મેળવી

અમદાવાદ, તા. ૩૦ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં શ્રમિકો-ગરીબ પરિવારોને આર્થિક આધાર મળી રહે તે માટે મનરેગા, સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કામો ત્વરાએ હાથ ધરવા જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીની સૂચનાને પગલે રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. મુખ્યમંત્રીએ તા. ર૦ એપ્રિલથી અભિયાન ઉપાડીને રૂ. ૪૧૪ કરોડના ખર્ચ ૧૪૬૯૪ કામોના આયોજન માટે તંત્રને પ્રેરિત કરેલું છે. સંદર્ભમાં તા. ર૦ એપ્રિલથી તા. ર૯ એપ્રિલના દિવસો દરમ્યાન અભિયાન અન્વયે ૩૩ જિલ્લાઓમાં ૮૮ કામો પૂરાં થયા છે અને ૪૬૭૩૧ શ્રમિકોને રોજગારી મળી છે.

       એટલું નહિ, લાખ ૬૯ હજાર ૯૮૦ ઘનમીટર જળસંચય થાય એટલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી. તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મનરેગા અંતર્ગત જે કામો શરૂ થયા છે તેમાં પણ લાખ ૧૧ હજાર શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. વ્યવસ્થાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું અનુપાલન કરવામાં આવી રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ શરૂ કરી તેમાં પણ શ્રમિકો-મજદૂરોને રોજગારી મળી રહે તે હેતુસર આવા પ્રોજેકટ બાંધકામોને પરવાનગી આપેલી છે. અશ્વિનીકુમારે અંગેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં આવા સરકારી કામોના ૬૩૩ પ્રોજેકટમાં રપ,૧૭પ શ્રમિકોને રોજગારી મળે છે. ઉપરાંત મહાનગરોમાં ર૪૩ નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટ અન્વયે રર૦૭૭ શ્રમિકો સાઇટ પર રહેવા-જમવાની ઇન-સી-ટુ વ્યવસ્થાઓ સાથે રોજી મેળવી રહ્યા છે.

          તેમણે રાજ્યના ૧૪ર માર્કેટયાર્ડમાં ખાદ્યાન્ન અને અનાજ વેચાણ માટેની વ્યવસ્થાની વિગતોમાં કહ્યું કે, સમગ્રતયા ૧ર લાખ ૮૩ હજાર ૭૦૯ કવીન્ટલ અનાજ વેચાણ માટે ખેડૂતો દ્વારા આવ્યું છે. અનાજ-ખેત ઉત્પાદનમાં ઘઉં ,૪૩,૦૧૦ કવીન્ટલ, એરંડો ,૪૦,૬૭૧ અને રાયડો ૭૪૧૮૬ કવીન્ટલનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગુરૂવારે સવારે ૪૬.૪૩ લાખ લિટર દૂધ વિતરણ થયું છે તથા ,ર૦,ર૬૩ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે એમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું. રાજ્યમાં વિવિધ પગલાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

(8:49 pm IST)