Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

લોકડાઉનનો ભંગ ચલાવી લેવાશે નહીં : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા

રાત્રે બહાર નિકળતા લોકો પર કડક કાર્યવાહી થશે : ઘોડેસવાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ : રાજ્યમાં ૧.૧૧ લાખથી વધુ ગુના દાખલ : લોકડાઉનની કઠોર અમલવારી

અમદાવાદ, તા. ૩૦ : કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા નાગરિકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોક્ડાઉનના અમલ દરમિયાન રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા નાગરિકોની સામે કાર્યવાહી કરવા માટે ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી ઝાએ ઉમેર્યુ હતું કે આવા લોકોને પકડવા પોલીસ દ્વારા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.

          અમદાવાદમાં કન્ટેન્ટમેંટ જાહેર કરેલા વિસ્તારમાં નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાશે. ઘોડેસવાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. એટલું નહીં પોલીસની ગાડી જોઈને સરકી જતા વ્યક્તિઓને પકડવા માટે પોલીસને ખાનગી ગાડીઓમાં ચેકિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને તેમની સાથે એક વિડીયોગ્રાફરને પણ રાખવા તાકિદ કરાઈ છે. ઝાએ ઉમેર્યું હતું કે સીસીટીવી કેમેરા, ડ્રોન અને .એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે.

          ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં ૫૯૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ હતુ કે લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

          ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૭૪ ગુના દાખલ કરાયા છે. લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થયેલા હુમલા અંગે વિગતો આપતા શ્રી ઝાએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં તા. ૨૨ એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે, ખેડા જિલ્લાના સેવાલીયા ખાતે તા. ૨૩ એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. ૨૨ એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે અને પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે તા. એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૧૮ ગુના નોંધી ૪૪ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

          શ્રી ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૩૦૩ ગુનાઓ નોંધાયા છે. સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૦૯૮ ગુના દાખલ કરીને ૧૯,૬૦૮ લોકોની અટકાયત કરાઈ છે જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી  નેટવર્ક દ્વારા ૯૭ ગુના નોંધીને ૧૨૪ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨૦૦૫ ગુના નોંધી ,૦૧૬ લોકોની અટકાયત કરાઈ છે. ઉપરાંત સોસાયટીના સીસીટીવી આધારે ગઇકાલે ૩૯ ગુનામાં ૬૪ લોકોની જ્યારે આજસુધીમાં ૪૦૦ ગુનાઓ દાખલ કરીને ૬૫૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. રીતે, સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલ સુધીમાં ૧૬ અને અત્યારસુધીમાં કુલ ૫૭૦ ગુના દાખલ કરીને ૧૧૭૦ આરોપીની અટકાયત કરી છે.

          જેમાં ગઇકાલે ૧૪ એકાઉન્ટ સહિત અત્યાર સુધીમાં કુલ ૫૧૦ એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (છદ્ગઁઇ) મારફત ગઇકાલે અનુક્રમે ૨૧૬ અને ૬૬ ગુનાઓ નોંધવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં વિડીયોગ્રાફીના ફુટેજ આધારે ,૪૫૦ તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (છદ્ગઁઇ) મારફત ૭૫૬  ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ 'પ્રહરી' વાહન મારફત ગઇકાલે ૪૭ સહિત કુલ ૫૦૩ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં શ્રી ઝાએ જણાવ્યું હતું કે, તા.૨૯/૦૪/૨૦૨૦ થી આજ સુધીમાં કુલ ,૬૮૮ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૯૬૮ તથા ૪૪૯ અન્ય ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના) મળી ,૧૦૫ ગુનાઓમાં કુલ ,૨૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ,૦૦૫ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત ગત રોજ ,૮૬૫ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ  ,૪૧,૯૦૫ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ ,૧૧,૨૦૫ ગુનાઓ દાખલ  કરવામાં આવ્યા છે.

ગુજરાત : પોલીસ કાર્યવાહી

ડ્રોન સર્વેલન્સથી વધુ ૩૦૬ ગુનાઓ દાખલ

અમદાવાદ, તા. ૩૦ : કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા નાગરિકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં પોલીસ કાર્યવાહી નીચે મુજબ રહી હતી.

પોલીસ પર હુમલા થયા

૧૮

પોલીસ પર હુમલા અંગે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ

૪૪

ડ્રોન સર્વેલન્સથી નવા ગુના

૩૦૩

ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ગુના

૧૦૦૯૮

ડ્રોન સર્વેલન્સથી લોકોની અટકાયત

૧૯૬૦૮

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા ગુના

૯૭

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા અટકાયત

૧૨૪

સ્માર્ટસિટી-વિશ્વાસ હેઠળ હજુ સુધી ગુના

૨૦૦૨

સ્માર્ટસિટી-વિશ્વાસ હેઠળ હજુ સુધી અટકાયત

૩૦૧૬

સીસીટીવી આધારે ગુના

૩૯

સીસીટીવી આધારે અટકાયત

૬૪

સીસીટીવી આધારે હજુ સુધી ગુના

૪૦૦

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત

૬૫૫

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે નવા ગુના

૧૬

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે હજુ સુધી ગુના

૫૭૦

અફવા સંદર્ભે અટકાત

૧૧૭૦

ખોટી માહિતી બદલ એકાઉન્ટ બ્લોક

૧૪

ખોટી માહિતી બદલ હજુ સુધી એકાઉન્ટ બ્લોક

૨૧૦

ક્વોરનટાઈન ભંગના ગુના

૯૬૮

અન્ય ગુનાઓ

૪૪૯

વાહનો જપ્ત કરાયા

૮૦૦૫

વાહનો મુક્ત કરાયા

૬૮૬૫

હજુ સુધી વાહનો મુક્ત કરાયા

૧૪૧૯૦૫

અત્યાર સુધીમાં કુલ ગુના

૧૧૧૨૦૫

(8:48 pm IST)