Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

હંમેશા પ્રવસીઓથી ઉભરાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ કોરોના કહેર વચ્ચે સુમસામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલી વિશ્વની સોથી મોટી પ્રતિમા તેમજ ગુજરાતની જીવાદોરી ગણાતો નમઁદા ડેમ કોરોના કહેર વચ્ચે સુમસામ ભાસી રહ્યા છે. કોરોનાને લઈને લોકડાઉનના ચૂસ્ત અમલને લઇ ને સ્ટેચ્યુ ઓફ યુનિટીને તાળાં લાગતા હંમેશા પ્રવસીઓથી ઉભરાતા સ્ટેચ્યુ પર હાલ જાણે કરફ્યુ જેવી સુમસામ હાલત જોવા મળી રહી છે.

 સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરની મહામારીને લઇને વિશ્વમા હજારોના મોત થયા છે જેમા ભારત દેશમા પણ કોરોનાના કહેરે હાહાકાર મચાવ્યો છે જેને લઇ ને 1 માસ ઉપરાંત સમયથી લોકડાઉનને લઇને સરકાર પણ ચિંતામા મૂકાઇ છે,વેપાર ધંધા બંધ રહેતા જનતા મહામંદી નો સામનો કરી રહી છે સમગ્ર ભારત દેશમા જાણે કરફયુની સિથતિ દેખાઈ રહી છે જેમા નમઁદા જિલ્લામા કરોડો રૂપિયાના ખચે વિશ્વની સોથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે આ પ્રતિમાને નિહાળવા અનેક રાજ્યો તેમજ દેશ વિદેશના લોકો આવી ચુક્યાં છે દરરોજ હજારો ની સંખ્યામાં સ્ટેચ્યુ પર પ્રવસીઓ ઉમટી પડતા હતા પરંતુ હાલ કોરોનાની મહામારીને અટકાવવા લોકડાઉન ના ચૂસ્ત અમલને લઇ વિશ્વ ની સોથી મોટી પ્રતિમા જાણે પ્રવાસીઓની રાહ જોઈ ઉભી છે.ક્યારે લોકડાઉન ખુલશે અને ક્યારે આ તરફ પ્રવસીઓ આવશે હાલ એ કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

(8:30 pm IST)