Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

નાંદોદના સોઢલીયા ગામમા પાણીના બગાડ બાબતે બે પાડોશીઓ બાખડતા સામ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના સોઢલીયા ગામે ગ્રામપંચાયતના જાહેર નળના પાણીનો બિનજરુરી બગાડ કરી પોતાના આંગણામા કાદવ કીચડ કરી ગંદકી ફેલાવવા બાબતે ગોપાલભાઈ પીરુભાઈ બારીયાએ પડોશમા રહેતા મગનભાઈ બચુભાઈ બારીયાને ના પાડતા ઉશકેરાયેલા મગનભાઈએ ગાળો બોલીને કહેલ કે હું પાણી ઢોળીશજ તમારાથી થાય તે કરી લો તેમ કહી તકરાર કરી પોતાના હાથમા રહેલી લાકડીથી માર મારતા આ તકરારમા અન્ય ત્રણ વ્યક્તિઓ એ પણ અગાઉની અદાવતે ઝગડામા ઝંપલાવતા ફરિયાદી તથા તેમની પત્નીને તેમજ અરૂણભાઈ નામની અન્ય એક વ્યક્તિ ઉપર લાકડીઓ મારી ઈજા પહોંચાડી હતી.

 આ બાબતની ફરિયાદ ગોપાલભાઈ પીરુભાઈ બારીયાએ રાજપીપળા પો.સ્ટેશન મા નોંધાવી હતી ત્યારે તેની સામે આજ બનાવ બાબતે આરોપીઓ એ ક્રોસ ફરીયાદ કરી જેમાં ગોપાલભાઈ પીરુભાઈ બારીયા,જયેશ ગોપાલભાઈ બારીયા,અરુણ ગોપાલભાઈ બારીયા,જયેશ મહેન્દ્રભાઈ બારીયા, તમામ રહે સોઢલીયા સામે નોંધાવતા નાનકડા સોઢલીયા ગામ મા ધાંધલ જોવા મળ્યું હતું.પોલીસે બંનેની ફરિયાદ બાદ કાયદેસર કાર્યવાહી કરી છે

(8:27 pm IST)