Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

નર્મદામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર વ્યક્તિઓ હવે ચેતી જજો:પાસા તડીપારની કાર્યવાહી પણ થઈ શકે છે.

નર્મદા એલ.સી.બી પોલીસે છેલ્લા આઠ દિવસમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા દારૂની પ્રવૃતિ ઉપર વોચ રાખી કુલ-૨૩ કેશ શોધ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન, સુચના હેઠળ જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ ડામી દેવા માટે ડ્રોન સર્વેલન્સ દ્વારા વોચ રાખી કેસો કરવા જણાવતા એલ.સી.બી.નર્મદા દ્વારા ડ્રોન સર્વેલન્સ મદદથી છેલ્લા આઠ દિવસમાં જીલ્લાના અલગ અલગ ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી કુલ-૨૩ કેસો કરવામાં આવ્યા હતા
              આ ૨૩ કેશોમાં...વાવડી ગામમાં કુલ-૫,ભદામ-૨, એકતેશ્વર-૨, તરોપા-૨,ભુછાડ-૨,તેમજ નવાગામ-૧, સુંદરપુરા-૧, જીતપુરા-૧,વાઘપુરા-૧, વોરા-૧,વજેરીયા-૧,સાવલી-૧ રાજપીપળા-૧, ડેડીયાપાડા-૨ ગામોમાં ડ્રોન સર્વેલન્સની મદદથી કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે.ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવા તથા આવી પ્રવૃતિ સાથે સતત સંકળાયેલ વ્યક્તિઓ ઉપર પાસા તડીપારની કાર્યવાહી કરવા પણ નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે

(8:22 pm IST)