Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

નર્મદા માં બે બાળકોની માતા,ગર્ભવતી હોવા છતાં ઘર બહાર તગેડી મુક્તી પ્રેમિકા :પરણીતાએ 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી

ડેડીયાપાડામાં બનેલી આ ઘટના અન્ય સ્ત્રી પરણિત મહિલાના જીવનમા દખલગીરી કરી રહી હોઈ ત્યારે આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સામાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પતિ પત્ની ઔર વોહ ના ચક્કરમાં હયાત પત્નીને ઘર બહાર તગેડી મુક્તી પ્રેમિકાથી બચવા પરણીતાએ 181 મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી

 

   પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડામા એક પરણિતાએ અભયમ 181મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જણાવ્યું કે મારા પતિ અન્ય સ્ત્રીને ઘરમા લાવ્યા છે અને મને ઘર બહાર કાઢી મુકી છે જેથી મદદ કરવા જણાવતા રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન નર્મદા તાત્કાલિક મહિલાને મળી અને તેના પતિ સાથે આ બાબતે ચર્ચા કરતા તેમણે આ માટે કોઈ ગંભીરતા બતાવી નહીં જેથી તેમની વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમા અરજી આપવામાં આવી અને પરણિતાને રક્ષણ મળે તેમ રજુઆત કરવામાં આવતા પરણિતાને રાહત મળી હતી.
 આ ઘટનામાં ૨૬ વર્ષ ની પરણિતા ડેડીયાપાડામા પોતાના પતિ સાથે રહે છે તેને બે નાના બાળકો છે અને હાલમાં તેઓ સગર્ભા છે આવી પરિસ્થિતિમાં તેમના પતિ અન્ય સ્ત્રીને છેલ્લા 3 દિવસથી ઘરમા લાવ્યો હોય જેનો પરણિતાએ વિરોધ કરતા બંનેએ ભેગા થઈને પરણિતાને બળજબરી પૂર્વક ઘરમાંથી બહાર કાઢી મુકતા પોતાને મદદ મળી રહે તે માટે અભયમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી અને પોતાના બે નાના બાળકો લઈ હવે ક્યાં જશે તેમ જણાવતા અભયમ ટીમે પતિને આ બાબતે જણાવતા તેઓએ જણાવેલ કે છેલ્લા બે વર્ષથી તેની સાથે સબંધ છે અને બંને લગ્ન પણ કરવાના છે.
  અભયમ ટીમે તેમને સમજાવેલ કે તેઓ બે બાળકના પિતા છે પત્ની સગર્ભા છે હાલમા તમારે પત્ની અને બાળકોની કાળજી લેવાની છે આ ઉપરાંત પત્ની હોય તો બીજા લગ્નને કાયદાકીય અને સામાજિક રીતેપણ મંજુર નથી આમ સમજાવવા છતાંય તેઓએ જણાવેલ કે મારી પ્રેમિકાને છોડી શકું તેમ નથી જેથી પરણિતાને રક્ષણ મળી રહે તે માટે પોલીસ સ્ટેશનમા રજુઆત કરવામાં આવી છે
 હયાત પત્ની અને બાળકો હોય તેમ છતાંય લગ્નેત્તર સબન્ધો વધી રહ્યા છે આ ઉપરાંત પરણિત કે કુંવારી મહિલા પણ પોતાના સ્વાર્થ માટે અન્ય સ્ત્રી ની પરણિત જીવન મા દખલગીરી કરી રહી છે ત્યારે આવા કિસ્સાઓ સમાજ પ્રત્યે લાલબત્તી સામાન છે.

(7:51 pm IST)