Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

મહુધાની સિમજી ભાગોળ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:10 શખ્સોની ધરપકડ

મહુધા: શહેરમાં સીમજી ભાગોળ વિસ્તારમાં આવેલ ઈરશાદી મહોલ્લામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમતાં હોવાની માહિતી મહુધા પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડયો હતો. અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં દશ ઈસમોને રંગેહાથે ઝડપી પાડયાં હતાં.

જેમાં મહંમદહનીફ ઉર્ફે આરસીબી નજીરમહંમદ મલેક, રમીઝખાન મહંમદખાન પઠાણ, તાહીરહુસેન અહેમદમીયાં મલેક, ઈરશાદહુસેન ઉસ્માનમીયાં મલેક, ઈનાયતહુસેન ગુલામહુસેન મલેક, જાવેદહુસેન ગનીમહંમદ મલેક, મહંમદસહીદ હનીફમીયાં મલેક, આરીફહુસેન કાસમમીયાં મલેક, નાઝીમમહંમદ ફતેમહંમદ મલેક અને શાહનવાઝ ઈમ્તીયાઝહુસેન મલેકનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૃ.૬૧૦, દાવ પરથી રૃ.૩૦૦ તેમજ પાંચ નંગ મોબાઈલ ફોન કિંમત રૃ.૬૪૦૦ મળી કુલ રૃ.૭૩૧૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા દશેય ઈસમો વિરૃધ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ તેમજ લોકડાઉનનો ભંગ કરવા બદલ આઈપીસીની કલમ ૧૮૮ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

(6:12 pm IST)