Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

મહુધા તાલુકાના ફીણાવ ગામની સીમમાં નજીવી બાબતે ઝઘડો કરી બે જૂથ બાખડ્યા:બે ભાઈઓને માર મારતા ગુનો દાખલ

મહુધા:તાલુકાના ફિણાવ ગામમાં રહેતાં મોરભાઈ સામંતભાઈ ભરવાડ અને તેમના ભાઈ શેલાભાઈ ગત સોમવારના રોજ બપોરના સમયે પોતાના માલિકીની આઠેક ગાયો લઈ મહેમદાવાદ તાલુકાના નવચેતન ગામની સીમમાં ચરાવવા ગયા હતાં. દરમિયાન એક ગાય નજીકમાં આવેલ કમલેશભાઈ રાજેશભાઈ ડાભીના ખેતરના શેઢા પર ચરવા જતી રહેતાં કમલેશભાઈએ લાકડાના ઝુડીયા વડે ગાયને મારમારી બહાર કાઢતો હતો. જેથી મોરભાઈ ભરવાડે ગાયને મારવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા કમલેશભાઈ, વિનુભાઈ પ્રભાતભાઈ ડાભી અને હેમંતભાઈ ડાભીએ ભેગા મળી મોરભાઈ ભરવાડ અને તેમના ભાઈ શેલાભાઈને લાકડાના ઝુડીયાથી તેમજ ગડદાપાટુનો મારમારી ઈજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે મોરભાઈ સામંતભાઈ ભરવાડની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે કમલેશભાઈ રાજેશભાઈ ડાભી, વિનુભાઈ પ્રભાતભાઈ ડાભી અને હેમંતભાઈ ડાભી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

(6:11 pm IST)