Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન અંતર્ગત 1500 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો

બનાસકાંઠા:જિલ્લામાં લોકડાઉનને લઇ મીઠાઇ, ફરસાણ, પાર્લર, સહિતની દુકાનો છેલ્લા સવા મહિનાથી બંધ છે આ બંધ રહેલ દુકાનોની મીઠાઇ, આઇસ્ક્રીમ, ફરસાણ સહિતની ખાદ્ય સામગ્રી લોકોના આરોગ્ય માટે હાનિ કારક હોઇ તેનો નાશ કરવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવતા ફુડ વિભાગ દ્વારા પાલનપુર તેમજ ડીસામાં રૃ.૨.૩૦ લાખની કિંમતના વાસી થઇ ગયેલ મીઠાઇ ફરસાણના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 

કોરોના વાઇરસ સામેના જંગમાં લોકોને સંક્રમણથી બચવવા માટે લોકડાઉન આપવામાં આવ્યું છે. જેમાં છેલ્લા સવા મહિના થી બજારો બંધ છે. અને ઉનાળાની મોસમને લઇ મીઠાઇ, ફરસાણ અને પાર્લરમાં રહેલ ખાદ્ય સામગ્રી વાસી તેમજ બગડી ગઇ હોય તેના ઉપયોગ થવાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેમ હોઇ જિલ્લા કલેકટર દ્વારા મીઠાઇ, ફરસાણની દુકાનોમાંથી ખાદ્ય સામગ્રીનો નાશ કરવા સુચના આપતા પાલનપુર ફુડ વિભાગની ટીમ દ્વારા બુધવારના રોજ પાલનપુરમાં ૨૫ જેટલી મીઠાઇ ફરસાણની દુકાનોમાંથી રૃ.૧.૫૧ લાખની કિંમતના ૧૧૭૧ કિલો મિઠાઇ, ફરસાણ અને આઇક્રિમ સહિતની ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો. જ્યારે ડીસામાં પણ ૨૪ દુકાનો પરથી ૭૯ હજારની કિંમતના ૩૩૨ કિલો અખાધ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

(6:11 pm IST)