Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસે રેઇડ પાડીને 16 હજારની કિંમતનો દારૂનો જથ્થો નાશ કર્યો:તપાસમાં બેદરકારી દાખવવા બદલ પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા

બનાસકાંઠા: જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સામઢી ગામેં પાટણ જિલ્લાની વાગદોડ પોલીસે રેઇડ કરીને રૃ.૧૬ હજારની કિંમતનો ૮ હજાર લીટર દેશી દારૃ ગાળવાના વોશનો જથ્થો ઝડપી પાડતા જિલ્લા પોલીસ વડાએ દેશી દારૃના ઉત્પાદન અને વેચાણમાં બેદરકારી દાખવવા બદલ ગઢ પોલીસ મથકના પીએસઆઇને ફરજમાંથી સસ્પેન્ટ કરવામાં આવ્યા છે. 

ગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સામઢી ગામે કેટલાક તત્વો દ્વારા દેશી દારૃ ગાળવવામા ંઆવતો હોવાને લઇ સરહદી ભુ રેન્જના પીોલીસ મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદીની સુચના આધારે પાટણ જિલ્લાની વાગડોદ પોલીસ ટીમ દ્વારા ચાર દિવસ અગાઉ સામઢી ગામેં સોલંકી અજીતસિંહ બલુજી, દોલાણી પાટીના ઘર પાસે આવેલ ખેતર રેઇડ કરવામાં આવી હતી. જેમાં ખુલ્લી ઓરડીમાં રૃ.૧૬ હજારની કિંમતનો ૯ પ્લાસ્ટીકના ટાંકામાંથી ૮ હજાર લીટર દેશી દારૃ ગાળવાનો વોશ મળી આવતા ૨ પીપ ૨ દેગડા મળીને કુલ કિ.રૃ.૧૬,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની રેઇડમાં આરોપી હાજર મળી ન આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે સામઢી ગામેથી મોટીમાત્રામાં દેશી દારૃ ગાળવાનો વોશ મળી આવવાના બનાવમાં જિલ્લા પોલીસ વડા તરૃણ કુમાર દુગગલે ગઢ પોલીસ મથકના પીએસઆઇ પ્રવિણસિંહ જી.રાજપુતને ફરજમાં બેદરકારી રાખવા બદલ ફરજ માંથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

(6:10 pm IST)