Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગાંધીનગરમાં કોરોનાના કેસમાં છેલ્લા ચાર દિવસમાં સતત વધારો:અમદાવાદથી આવતા કોરોના પોઝીટીવને રોકવા સખત પ્રયાસ હાથ ધરાયા

ગાંધીનગર:શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહયો છે જેના પગલે નાગરિકો પણ ચિંતીત બન્યા છે ત્યારે વિપક્ષના નેતાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે કે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે અમદાવાદથી આવતાં લોકોને રોકવા જરૂરી છે. કેમકે જેટલા પણ નવા દર્દીઓ નોંધાયા છે તેમનું કનેકશન અમદાવાદ જોવા મળ્યું છે. ગાંધીનગરના પ્રવેશ દ્વારો ઉપર કડક ચેકીંગ હાથ નહીં ધરાય તો ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધશે.

ગાંધીનગર શહેરમાં સતત વધી રહેલા કેસોના પગલે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મ્યુનિ.કમિશનરને રજુઆત કરી છે કે ગાંધીનગરના લોકો સ્વયં શિસ્ત રીતે લોકડાઉનનું પાલન કરી રહયા છે પરંતુ કેસો વધવાના કારણે આ લોકોમાં ભય ફેલાઈ રહયો છે. 

(6:07 pm IST)