Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

સુરતના મોટા વરાછામાં ફ્લોરા બિલ્ડિંગમાં ધાબા પર ખીચડીની મિજબાની કરતા 13 શખ્સોને પોલીસે વ્હોટ્સએપ મેસેજના આધારે ઝડપી પાડ્યા

સુરત:મોટા વરાછાના શાંતિનિકેતન ફલોરા બિલ્ડીંગના ધાબા પર ખીચડીની મિજબાની માણતા 13 જણાને અમરોલી પોલીસે વોટ્સ અપ મેસેજના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરોલી પોલીસને વોટ્સ અપ મેસેજ મળ્યો હતો કે મોટા વરાછા-અબ્રામા રોડ સ્થિત શાંતિનિકેતન ફલોરાની આઇ બિલ્ડીંગના ધાબા પર કેટલાક લોકો ભેગા થઇ ખીચડીની મિજબાની માણી રહ્યા છે.

જેના આધારે પોલીસે દરોડા પાડી સ્થાનિક રહેવાસી રજનીકાંત મનુ દેસાઇ, ધર્મેશ કાંતી સોજીત્રા, મહેશ બાબુ સોજીત્રા, ચિરાગ જીતુ ધામેલીયા, કૃપેશ મનુભાઇ ભાલાળા, વિશાલ ધીરૂભાઇ સતાણી, દિલીપ ભોળાભાઇ કોલડીયા, દિવ્યેશ રમેશ સોજીત્રા, રાકેશ પ્રવિણ ગઢીયા, શૈલેષ ધનજી કમાણી, દર્શક અરવિંદ દુધાત, જયદીપ જયસુખ અમરેલીયા, સંજય કનુભાઇ અમરેલીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:58 pm IST)