Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

વડોદરામાં લોકડાઉનનો ભંગ કરી સમા વિસ્તારમાં હેર સલૂન ચાલુ રાખનારને ત્યાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા:સંચાલક સહીત ચાર ગ્રાહકની ધરપકડ

વડોદરા: શહેરમાં સમા વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરી હેર સલૂન ચાલી રહ્યું હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી પહોંચી હતી અને સંચાલક સહિત ચાર જણાની ધરપકડ કરી હતી.

ફતેગંજ વિસ્તારમાં આજે બપોરે પેટ્રોલિંગમાં નીકળેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અભિલાષા વિસ્તારની રાજલક્ષ્મી સોસાયટીમાંથી જઇ રહી હતી ત્યારે એક મકાનમાં માહી બ્યુટી કેર નામની દુકાન ચાલુ દેખાતાપોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,દુકાનમાં ચાર વ્યક્તિ હતી અને તેમણે માસ્ક પણ પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહતું.પોલીસે પકડેલાઓમાં હેર સલૂનના સંચાલક (૧) મહેન્દ્ર રમેશભાઇ વાળંદ (૨) હિતેષ અંબાલાલ લિમ્બચીયા (બંને રહે.રાજ લક્ષ્મી સોસાયટી,અભિલાષા ) (૩) વિલાસ ચંદ્રકાન્ત ઉત્તેકર અને (૪) દિપેન બચુભાઇ વસાવા (બંને રહે.નાણાંવટીની ચાલી,પંડયા બ્રિજ પાસે,નવાયાર્ડ રોડ)ની ધરપકડ કરી હતી.

(5:58 pm IST)