Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

સુરતમાં બે દિવસ પહેલા ભાગેલો કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો : ખળભળાટ

૪૮ કલાક સુધી લાશની ઓળખ ન થઇ... બેદરકારી બહાર આવી

સુરત તા. ૩૦ : સુરતમાં બે દિવસ પહેલા ભાગેલો કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત સિવિલ હોસ્પિટલમાંથી મંગળવારે સિવિલ હાઙ્ખસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ એક દર્દી ભાગી ગયાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં પોલીસે તેને શોધવા માટે દોડધામ કરી હતી. આ દર્દીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી જ મળી આવી છે. ગઇકાલે લાશ મળ્યા બાદ તેને પીએમ રૂમમાં રાખી દેવામાં આવી હતી. જે બાદમાં આજે ખુલાસો થયો છે કે આ એ જ વ્યકિતની લાશ છે જે વોર્ડમાંથી ભાગ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીની લાશની સિવિલ હોસ્પિટલ ૪૮ કલાક સુધી ઓળખ ન કરી શકી.

ભગવાન રાણા નામનો કોરોના પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલ ખાતેના વોર્ડમાંથી મંગળવારે ૧૧ વાગ્યાના અરસામાં ભાગી ગયો હતો. જે બાદમાં શોધખોળ બાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગઈકાલે તેની લાશ પોસ્ટમોર્ટમ રૂપ પાસેથી મળી આવી હતી. લોકોએ આ મામલાની જાણ હોસ્પિટલને કરતા વ્યકિતની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

પીએમ રૂમ બહાર બાકડામાંથી લાશ મળી આવી ત્યારે એક કર્મચારીને ડેડબોડીનું ટેમ્પરેચર વધારે હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં તેણે આ અંગેની વાત તેના સીનિયર ડોકટરને કરી હતી. જોકે, બુધવારે તેઓ રજા પર હોવાથી ગુરૂવારે ફરજ પર આવ્યા હતા. આ દરમિયાન લાશને પીએમ માટે લાવવામાં આવી હતી. જોકે, ટેમ્પરેચર વધારે હોવાની વાત ડાઙ્ખકટરને ખબર પડતા તેમણે લાશનો ફોટો પાડીને કોરોના પોઝિટિવ વોર્ડમાં એક વ્યકિતને પૂછપરછ માટે મોકલ્યો હતો. જે બાદમાં વોર્ડમાં દાખલ દર્દીઓએ આ તસવીર ભાગી ગયેલા કોરોના પોઝિટિવ દર્દીની જ હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં આ ડેડબોડી ભગવાન રાણાની હોવાનો ખુલાસો થયો હતો.

(4:20 pm IST)