Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

એસટી બસ શરૂ થશે ત્યારે એક બસમાં માત્ર ર૦ મુસાફરને પ્રવેશ

તમામ બસ સ્ટેશન પર પેસેન્જરને ઉભા રહેવા કુંડાળા કરાશે

અમદાવાદ તા. ૩૦ : કોરોના વાઇરસની મહમારીને રોકવા માટે થયેલા લોકડાઉનના કારણે દેશભરમાં સામાન્ય વાહન વ્યવહાર બંધ છ.ે ૩જી મેના રોજ લોકડાઉનની અવધિ પૂરી થઇ રહી છેત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા એસટી બસ જયારે પણ શરૂ થાય ત્યારે મુસાફરો માટે અને વહીવટી તંત્ર માટે ધ્યાનમાં રાખવા માટેની ગાઇડલાઇન બહાર પાડી દેવામાં આવી છે તે મુજબ જયારે પણ સામાન્ય મુસાફરો માટે પૂર્વવત વાહન વ્યવહાર શરૂ થશે ત્યારે પ્રત્યેક એસટી બસમાં માત્ર ર૦ મુસાફરોને જ બેસવા દેવામાં આવશે.

રાજયના નાયબ સુરક્ષા અધિકારીએ રાજયના તમમ એસટી ડિવીઝનના સુરક્ષા ઇન્ચાર્જને એસટી શરૂ કરવા સમયેની ગાઇડ લાઇન આપી દીધી છે જેમાં એસટી બસ અને વિભાગના તમામ વાહનોને નિયમિત પણે સેનિટાઇઝ કરવાનાં રહેશે. તમામ બસ સ્ટેશન અને કન્ટ્રોલ પોઇન્ટ પર એકથી બે મીટરના અંતરે કુંડાળા કરવામાં આવી રહ્યા છે અને તેમાં જ ઉભા રહીને મુસાફરો બસમાં પ્રવેશ કરેતેવી વ્યવસ્થા સ્થાનિક સ્ટાફ દ્વારા ફરજિયાત પાલન કરાવવાનું રહેશે દરેક મુસાફકોને બસમાં પ્રવેશતા જ ટિકીટ ઇશ્યુ થશે એક બસમાં ર૦ થી વધુ પ્રવાસીને પ્રવેશ નહીં અપાય. એસટી નિગમના તમામ કર્મચારી અને તમામ મુસાફરોએ મોઢા પર માસ્ક, દુપટ્ટો કે રૂમાલ બાંધવાનો રહેશે. જાહેરમાં થૂંકવાની કે ધુમ્રપાન કરવાની મનાઇ રહેશે. તેના પાલન માટે એસટી વિભાગીય કચેરી વિભાગીય મંત્રાલય દરક બસ સ્ટેશન -કન્ટ્રોલ પોઇન્ટના સીસી ટીવીનું મોનિટરીંગ કરશે. એસ. ટી. ડેપો, વર્કશોપ ગેટ ઓફીસ અને વિભાગીય મંત્રાલય નિયમિત સેનિટાઇઝ કરશે. વોચમેનની ઘટ હશે તો વધુ નિમણૂંકો કરાશે. સોશિયલ ડિસ્ટર્નિંગનું ફરજીયાત પાલન કરાવવાનું રહેશે. મુસાફરોના ટેમ્પરેચર માપવા માટ ત્રમલ ગન માસ્ક, પીપીઇ કિટ અને સેનેટાઇઝશનની વ્યવસ્થા  કરાશે. દરેક એસટી કર્મચારીને હેડ કવાર્ટર ન છોડવા માટે કહેવાયું છે.

(3:24 pm IST)