Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

વિજયભાઈએ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા. પાસેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા

કચ્છના તુણા બંદરેથી જીવતા પશુઓની નિકાસ બંધ કરાતા પૂ. નમ્રમુનિએ વિજયભાઇને અભિનંદન આપ્યા

રાજકોટઃ સમસ્યાઓ નો સાગર છે પરંતુ સાગર તેનેજ ડુબાડે છે જેને તરતા નથી આવડતું!!! કોરોનાની સમસ્યા નો સાગર ભલે હોઈ તમને તરતા આવડે છે એટલે ગુજરાત ને તમે તારી શકશો આવા ભાવ ભર્યા શબ્દો થી રાષ્ટ્રસંત પરમ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ગુજરાત રાજય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે આજે વીડિયો કોન્ફરન્સ થી વાર્તાલાપ કરતા આશીર્વાદ આપ્યા હતા

 સાધુ સાધ્વીજી ની શાતા પૂછતા શ્રી વિજયભાઈ રૂપાણી એ પોતાના ભાવ દર્શાવતા ગુજરાત ના ખૂણે ખૂણેથી સરકાર ના પ્રયાસો ની જાણકારી આપી હતી. આ પાવન ક્ષણે રાષ્ટ્રસંત પરમ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી થી લઇ ને દરેક રાજયના મુખ્ય પ્રધાનો , ડોકટરો મિડિયાજગત પોલીસો  સફાઈ કામદારો અને પ્રશાસનના દરેક વ્યકિત ની સેવા મહેનત અભિનંદન ને પાત્ર છે. શ્રી વિજય ભાઈ રૂપાણી ને હળવા શબ્દો માં રાષ્ટ્રસંત પરમ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે કહ્યું કે આખી દુનિયા અત્યારે મુહપતી પહેરી ને સ્થાનકવાસી જૈન બની ગઈ છે

પૂ. શ્રીએ જણાવેલ કે પ્રભુ મહાવીર સુપર જ્ઞાની હતા માટે મુહપટી એટલેકે માસ્ક , અવગ્રહ એટલેકે બીજા થી સાડાત્રણ ફૂટ દૂર રહેવું સોશ્યલ ડિસ્ટન્સ , ગરમ પાણી પીવાથી થતા લાભ, રાત્રિ ભોજન ત્યાગ ના સિદ્ઘાંતો આપી ને જગત ના સર્વ જીવો ની અહિંસા દયા પાળવા નો ઉપદેશ આપ્યો હતો

 વિજયભાઈ રૂપાણીએ કચ્છ જિલ્લાના તુના બંદરે થઈ જીવતા પશુની નિકાસ બંધ કર્યાની વાત કરતા રાષ્ટ્રસંત પરમ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આનંદ વિભોર થઈ ને સમગ્ર અહિંસા પ્રેમી ભાવિકો તરફ થી અભિનંદન અર્પણ કરેલ. લગભગ ૯ મિનિટ સુધી ચાલેલા આ સંવાદ માં વારંવાર શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને વંદન સાથે શ્રી વિજયભાઈ રૂપાણી એ સાધુ સાધ્વીજી ભગવંતોની શાતા પૂછી તેમને કોઈ તકલીફ નથી ને? તેવી ખેવના વ્યકત કરેલ હતી. અંત માં પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજે વિજયભાઈને તેમનું આરોગ્ય સારું રહે અને કોરોના સામેના જંગ માં જીતીને બહાર આવે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

(3:10 pm IST)