Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદના નારોલના શાસ્ત્રીબ્રિજ પર પીએસઆઇ પર હુમલો : કારચાલકને SOGના એસીપીએ ઝડપ્યો

પોલીસ સાથે ઝપાઝપી બાદ કાર ચાલકે કાર મૂકીને ભાગવનો કર્યો પ્રયાસ : કારમાં ત્રણ વર્ષનો બાળક પણ હતો

અમદાવાદના નારોલ- વિશાલા સર્કલ રોડ પર આવેલા શાસ્ત્રીબ્રીજ પાસે નારોલ પોલીસ સ્ટેશનના PSI હરદિપસિંહ પરમારે વાહન ચેકીંગ દરમિયાન કારચાલકને રોકતા કારચાલકે ઝપાઝપી કરી કાર ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઈ પરમારે કાર પકડી લેતા તેઓ ઘસેડાયા હતા અને કારચાલક કાર લઈને નાસી ગયો હતો. તે જ સમયે SOGના ACP બી.સી સોલંકીના કાર ત્યાંથી પસાર થઈ હતી. તેમણે આ દ્રશ્યો જોઈને તાત્કાલિક કાર લઈને ભાગવાનો પ્રયાસ કરનાર કારને ઝડપી લીધી હતી અને કોર્ડન કરી કારમાં બેઠેલા શશ્સની ધરપકડ કરી છે.

જો કે કાર ચાલક કાર મૂકીને ભાગવામાં સફળ થયો હતો. સાથેજ કારમાં ત્રણ વર્ષનો બાળક પણ હતો તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને બાળકને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. આ અંગે નારોલ પોલીસે પોલીસની કામગીરીમાં રૂકાવટ અને ચાલુ ડ્યુટીએ પોલીસ પર હુમલાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(2:03 pm IST)