Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદ જિલ્લાના તમામ ૧૮ બાળ સંરક્ષણ ગૃહોમાં સેનેટાઇઝેશન અને હેલ્થ ચેકઅપ કરાયું

અનાથ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કુલ ૧૫૦થી વધુ બાળકો આ ગૃહોમાં રહે છે.

અમદાવાદ જિલ્લાના તમામ ૧૮ બાળ સંરક્ષણ ગૃહોમાં સેનેટાઇઝેશન અને હેલ્થ ચેકઅપની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનાથ તેમજ કાયદાના સંઘર્ષમાં આ વેલા કુલ ૧૫૦થી વધુ બાળકો આ ગૃહોમાં રહે છે. મહામારીની વર્તમાન પરિસ્થિતિમાંથી તેમને રક્ષણ આપવા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 અનાથ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૫૦થી વધુ બાળકો અત્યારે અમદાવાદ જિલ્લાના બાળ સંરક્ષણ ગૃહોમાં આશરો લઇ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ત્યાં દર અઠવાડિયે સેનેટાઇઝેશન તેમજ હેલ્થ ચેકપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકડાઉન હોવાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બાળકોનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવે છે.

(1:51 pm IST)