Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદમાં મફત સારવાર : લોખંડવાલા હોસ્પિટલમાં ઈશા ફાઉન્ડેશન સાથે મળી કોવિડ-હોસ્પિટલ શરૂ કરાશે

પ્રથમ વખત મફત સારવાર : ટ્ર્સ્ટ દ્વારા દિવસમાં બે વખત જમવાનું પણ આપશે

અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે એક ખાનગી હોસ્પિટલ લોખંડવાલા હોસ્પિટલમાં આવતી કાલથી ઈસા ફાઉન્ડેશન સાથે મળી કોવિડ-હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જ્યાં સંપૂર્ણ પણે મફત સારવારા આપવામાં આવશે. ડોક્ટર્સ અને મેન પાવર પણ આપશે આ હોસ્પિટલ જરૂરી તમામ સેવાઓ અ.મ્યુ કો. ઉપલબ્ધ કરવામાં આવશે.

 

 અમદાવાદની ખાનગી હોસ્પિટલ પ્રથમ વખત મફત સારવાર આપશે. ટ્ર્સ્ટ દ્વારા દિવસમાં બે વખત જમવાનું પણ આપશે. ઈન્ફેકેશન રેટમાં વધારો ન થાય તેના સતત પ્રયાસો થઈ રહ્યા છે.

  ગઈ કાલે રેડ ઝોનમાં ખાનગી ડોક્ટર્સ સાથે બેઠક થઈ, દસ બાર લોકો હાજર રહ્યા હતા. સામાન્ય દર્દીને સારવાર આપવાની તજવીજ હાથ ધરાશે, ખાનગી ડો઼ક્ટર્સને સારવાર આપશે, ચાંદખેડાની SMS હોસ્પિટલ પણ સારવાર મફત આપશે.

(1:10 pm IST)