Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગાંધીનગર શહેર ફરતે કિલ્લેબંધી, વધુ ૪ કેસ મળતા તંત્રમાં દોડધામ

ગાંધીનગર, તા. ૩૦ :  રાજયના પાટનગર ગાંધીનગરમાં કોરોના ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. ગાંધીનગર શહેરના સેકટરોમાં આજે એક માસ કરતા વધારે સમય થયો છે. ત્યારે કેશોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે ગાંધીનગરના શહેરી વિસ્તારમાં આવેલ સેકટરોમાં ૪ નવા કેશોનો ઉમેરો થયો છે. આમ ગાંધીનગરમાં કુલ કેશની સંખ્યા ૪૦ ને પાર કરી ગઇ છે.

રાજયના આરોગ્ય તંત્ર દ્વારા ફાયરબ્રિગેડની મદદથી સેકટરોમાં દવા છંટકાવની કામગીરી પુરજોશમાં આલી રહી છે.

બીજી તરફ ગાંધીનગર શહેર પોલીસ દ્વારા ફલેગ માર્ચ કરી નગરજનોને લોકડાઉનનો અમલ કરવા કહેવાઇ રહ્યું છે. પોલીસની રપ થી ૩૦ ગાડીઓ સાથે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે.

કોરોના પ્રસરવાની સંભાવના ટાળવા માટે અન્ય જિલ્લાઓમાંથી ગાંધીનગરમાં પ્રવેશવાના આ રોડ સિવાઇના તમામ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. બહારના જિલ્લાના ખાસ કરીને અમદાવાદથી કોઇ અનઅધિકૃત વ્યકિતને ગાંધીનગર શહેરમાં પ્રવેશ અપાતો નથી.

(1:05 pm IST)